મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીમાં આજે મતદાનના દિવસે તંત્ર અને રાજકીય પક્ષો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. મનપામાં નવા સમાવિષ્ટ થયેલા દેલા ગામે ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરતા બપોર સુધી એક પણ મતાધિકારનો ઉપયોગ થયો નથી. માત્ર દેલા જ નહીં, પણ ઉચરપી અને તાવડીયા જેવા વિસ્તારોમાં પણ મતદાન અત્યંત નીરસ જોવા મળી રહ્યું છે.


દેલા ગામની આરપારની લડાઈ

મહેસાણા મનપામાં દેલા ગામનો સમાવેશ કરવામાં આવતા ગ્રામજનોમાં લાંબા સમયથી રોષ હતો. ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે તેમને મનપામાંથી દૂર કરવામાં આવે. આ માગણી સંતોષાય ન હોવાથી આજે આખું ગામ એકજૂથ થયું છે અને સંપૂર્ણ બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે. સવારથી જ મતદાન મથકો પર સન્નાટો જોવા મળી રહ્યો છે અને ગામના એક પણ નાગરિકે મતાધિકારનો ઉપયોગ કર્યો નથી.

ઉચરપી અને તાવડીયામાં પણ નીરસતા

દેલા ગામની અસર આસપાસના વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. ઉચરપી અને તાવડીયામાં પણ મતદારો મતદાન મથકો સુધી દેખાયા જ નથી. લોકશાહીના આ પર્વમાં મતદારોની પાંખી હાજરીએ રાજકીય પક્ષોના ગણિતો બગાડી નાખ્યા છે. અનેક બૂથ પર માત્ર ચૂંટણી સ્ટાફ જ બેઠેલો જોવા મળી રહ્યો છે, જ્યારે મતદારોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું છે.

આ પણ વાંચો: Gujarat Local body election 2026: હળવદમાં 104 વર્ષના કાશીબેન માકાસણાએ મતાધિકારનો ઉપયોગ કરી યુવાનોને આપી પ્રેરણા

  • Follow us on: