સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહેસાણા ભાજપમાં ભડકો થયો છે. ટિકિટ ફાળવણીને લઈને મહિલા મોરચાના પ્રમુખ સહિતના પદાધિકારીઓ અને કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે મહેસાણા મનપામાં વોર્ડ નંબર પાંચમાં મહિલા કાર્યકર રોનકબેનની ટિકિટ કપાઈ છે. તેમણે પક્ષ સામે રોષ ઠાલવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, મેં મારૂ ઘર અને વ્યવસાય છોડીને પક્ષને સમય આપ્યો છે. હવે મારી વર્ષોની મહેનતની અવગણના કરવામાં આવી છે.

પાયાના કાર્યકરોની બાદબાકી કરાઈ છે

મહેસાણામાં વોર્ડ નંબર પાંચના મહિલા કાર્યકર રોનકબેને કહ્યું હતું કે, જેને ટિકિટ આપી તેઓ પક્ષના પગથિયા પણ નથી ચડ્યા. તેમને સીધી ટિકિટ આપી દેવામાં આવી છે.અનેક હોદ્દેદારોને ટિકિટ ફાળવવામાં આવી છે.પાયાના કાર્યકરોની બાદબાકી કરાઈ છે. મેં મારું ઘર, વ્યવસાય છોડીને પક્ષને સમય આપ્યો છે. તો આજે પક્ષે મારી ગણતરી કેમ ન કરી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, 16 વર્ષ સુધી બુથ લેવલથી લઈને વોર્ડ લેવલ સુધી પક્ષ માટે મેં સખત મહેનત કરી છે.

તો આજે પક્ષે મારી ગણતરી કેમ ન કરી?

પક્ષ દ્વારા અગાઉ કહેવામાં આવ્યું હતું કે સંગઠનના હોદ્દેદારોને ટિકિટ નહીં મળે, પરંતુ રોનકબેનનો દાવો છે કે અનેક હોદ્દેદારોને ટિકિટ ફાળવવામાં આવી છે.જ્યારે પાયાના કાર્યકરોની બાદબાકી કરાઈ છે.રડતી આંખે રોનકબેને પક્ષના વરિષ્ઠ નેતાઓ અને મોવડીમંડળ પાસે ન્યાયની માંગ કરી છે. મેં મારું ઘર અને વ્યવસાય છોડીને પક્ષને સમય આપ્યો છે. તો આજે પક્ષે મારી ગણતરી કેમ ન કરી?


આ પણ વાંચોઃ Gujarat local body election: દાહોદમાં એક જ ઉમેદવારને ત્રણેય પાર્ટીઓએ ટિકિટ આપી, ધનસુરામાં બે પક્ષના મેન્ડેટ મળ્યા