મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપમાં આંતરિક સંગઠનમાં ભડકો જોવા મળ્યો છે. મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અલ્પાબેન કક્કડે પક્ષના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દેતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.
ભાજપમાં આંતરિક સંગઠનમાં ભડકો
અલ્પાબેન કક્કડે મોરબી મનપાની ચૂંટણી લડવા માટે 'કમલમ' ખાતે સેન્સ આપી હતી અને ટિકિટની પ્રબળ માંગ કરી હતી. જોકે, ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં તેમનું નામ ન હોવાથી તેઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. પક્ષ દ્વારા અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે તેમણે વોર્ડ નંબર 7 માંથી અપક્ષ ઉમેદવાર તરીકે પોતાનું ફોર્મ ભર્યું છે.
