મોરબી જિલ્લાની માળીયા મિયાણા નગરપાલિકા એવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે કે,અહીં ચૂંટણી લડવા ભાજપમાંથી કોઈએ સેન્સ પ્રક્રિયા માટે દાવેદારી કરાઈ નથી.મુસ્લિમ બહુમતી ધરાવતી ન.પા.માં ભાજપે કોઈ પણ જાહેરાત વગર ચુપચાપ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.જ્યારે છેલ્લા 20 વર્ષથી કોંગ્રેસનું એકચક્રી શાસન ધરાવાતા આ શહેરમાં નગરપાલિકાની 24 બેઠકો પર ત્રણ રાજકીય પક્ષો વચ્ચે પ્રથમ વખત ચૂંટણી જંગ જોવા મળશે.


90 ટકા મતદાર મુસ્લિમ સમાજના

ઉલ્લેખનિય છે કે આખા રાજ્યમાંથી આ એક જ નગરપાલિકા એવી છે જેના ઉમેદવારોની યાદી હજુ સુધી જાહેર કરાઈ નથી.હાલ માળિયા મિયાણા નગરપાલિકાની 24 બેઠકો માટે 75 ઉમેદવારો મેદાનમાં છે.મહત્વનું છે કે, SIR બાદ અહીં 1200 જેટલા મતદારો કપાયા છે. મોરબી જિલ્લામાં પછાત ગણાતા માળીયા મિયાણા શહેરમાં સાત કિલોમીટર વિસ્તારમાં નગરપાલિકા પથરાયેલ છે અહીં 90 ટકા મતદાર મુસ્લિમ સમાજના છે.

સેન્સ સમયે ભાજપમાંથી એકપણ દાવેદાર સામે ન આવ્યા

સામાન્ય રીતે ગ્રામ પંચાયતથી લઈ સાંસદ સુધીની ચૂંટણીમાં ભાજપમાં સેન્સ પ્રક્રિયા યોજી ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે પરંતુ મોરબી જિલ્લાની માળીયા મિયાણા નગરપાલિકા માટેની સેન્સ પ્રક્રિયામાં એક પણ દાવેદાર સામે ન આવતા આ વખતે ભાજપ દ્વારા ગુપચુપ રીતે અહીં તમામ બેઠકો પર પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે.


આ પણ વાંચોઃ Gujarat News: આજે ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું મતદાન, 2.45 લાખ મતદારો વોટિંગ કરશે


  • Follow us on: