આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભાની બેઠક ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારના અવસાન થયા બાદ ખાલી પડી હતી. આ બેઠક પર આજે સવારે સાત વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અહીં સીધી ટક્કર થશે. ચાર અપક્ષ સહિત અન્ય પાર્ટીઓ પણ મેદાનમાં ઉતરી છે.2.45 લાખ મતદારો મતદાન કરશે.306 મતદાન મથકો પર યોજાશે ચૂંટણી,મતદાન મથકો પર ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે.
4174 મતદારોનું પ્રથમ વખત મતદાન થશે
4174 મતદારોનું પ્રથમ વખત મતદાન થશે. 1644 સિનિયર સિટીઝન મતદારો નોંધાયા છે.પૂર્વ ધારાસભ્યના નિધન બાદ આ બેઠક ખાલી પડી છે.ભાજપના ગોવિંદભાઈ પરમાર આ બેઠક પર સતત બે ટર્મથી ચૂંટાતા હતાં. પરંતુ તાજેતરમાં તેમનું આકસ્મિક નિધન થતાં આ બેઠક ખાલી પડી હતી. હવે અહીં પેટા ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં ભાજપે ગોવિંદભાઈના પુત્ર હર્ષદભાઈ પરમારને ટિકિટ આપી છે. કોંગ્રેસે ઉમરેઠ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણને આ ચૂંટણીના જંગમાં ઉતાર્યા છે.













