મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ હવે તેના નિર્ણાયક તબક્કે પહોંચ્યો છે.ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ થતાની સાથે જ ચૂંટણી મેદાનમાં બાકી રહેલા ઉમેદવારોનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.મોરબી મહાનગરપાલિકાથી લઈને નગરપાલિકા અને પંચાયતોમાં આ વખતે બહુપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે.મોરબી મહાનગરપાલિકાની કુલ 52 બેઠકો માટે હવે 177 ઉમેદવારો મેદાનમાં છે, જેમના વચ્ચે સત્તા મેળવવા માટે કાંટાની ટક્કર થશે.
ગ્રામીણ વિસ્તારોમાં પણ રાજકીય ગરમાવો
બીજી તરફ, માળીયા નગરપાલિકાના 6 વોર્ડમાં 77 ઉમેદવારો, ટંકારા નગરપાલિકાના 6 વોર્ડમાં 60 ઉમેદવારો અને વાંકાનેર નગરપાલિકાના 7 વોર્ડમાં 56 ઉમેદવારો વચ્ચે મુકાબલો જામશે. નગરપાલિકાઓમાં સ્થાનિક પ્રશ્નો અને પક્ષ પલટાના સમીકરણો પરિણામ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પણ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકો માટે 78 ઉમેદવારો નસીબ અજમાવી રહ્યા છે.













