ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની વર્ષાના નિવેદન પર ખુલાસો કર્યો હતો. વર્ષા વસાવાએ દાવો કર્યો હતો કે, નીલ રાવે મનસુખ વસાવાને લાફો માર્યો હતો. આ બાબતે મનસુખ વસાવાએ કહ્યું હતું કે, આ વાત બિલકુલ ખોટી છે અને આવી કોઈ ઘટના બની જ નથી. વર્ષા વસાવા મારી દીકરી સમાન છે. લાફો માર્યો તે વાત બળજબરી પૂર્વક બોલાવવામાં આવી છે.


ચૈતર વસાવાને મારા વિરુદ્ધ ચડાવવામાં આવે છે

મનસુખ વસાવાએ કહ્યું હતું કે, ચૈતર વસાવાને મારી વિરૂદ્ધ ચડાવવામાં આવે છે. ચૈતરે મને કહ્યું હતું કે, મને તમારી વિરૂદ્ધ બોલવાની ઈચ્છા નહોતી. પરંતુ પાર્ટી કહે છે એટલે બોલવું પડે છે. વર્ષા વસાવા જે ચૈતર વસાવાની પત્ની છે એ મારી દીકરી સમાન છે. તેને સુરત આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયામાં કામ કરતા વ્યક્તિએ ગેરમાર્ગે દોરી છે. આ લાફો માર્યો તે વાત જબરજસ્તી બોલાવવામાં આવી છે. આમ આદમી પાર્ટીનો વ્યાપ વધારવા માટે ચૈતર વસાવાને મારા વિરુદ્ધ ચડાવવામાં આવે છે.આમ આદમી પાર્ટી મારી અને ચૈતર વસાવા વચ્ચે ફાટ પડાવવા માટે ખોટી રીતે તેમને ચડાવે છે.

આ પણ વાંચોઃ Weather News: અમદાવાદ મહાનગર પાલિકાએ 29 એપ્રિલ સુધી ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું


  • Follow us on: