આમ આદમી પાર્ટીના ફંડિંગ અને હવાલા કૌભાંડમાં પોલીસ અને ઈન્કમટેક્સ વિભાગ તલસ્પર્શી તપાસ કરી રહ્યો છે.દિલ્હીથી સુરત ફંડિંગ કરવા માટે 8થી 10 જણાની સિન્ડિકેટ સક્રિય હતી.પોલીસે આ સિન્ડિકેટ ફરતે તપાસ કેન્દ્રિત કરી હોવાનું જાણવા મળે છે. ત્યારે પંચમહાલમાં પણ આમ આદમી પાર્ટીના લાખો રૂપિયાની હેરાફેરીનો મામલો સામે આવ્યો છે. ગોધરાની આંગડિયા પેઢી દ્વારા હવાલા મારફ્તે રૂપિયાની હેરાફેરી મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે.


પંચમહાલમાં AAPના લાખો રુપિયાની હેરાફેરી

પંચમહાલમાં આમ આદમી પાર્ટીના લાખો રૂપિયાની હેરાફેરીનો મામલો સામે આવ્યો છે. ગોધરાની આંગડિયા પેઢી દ્વારા હવાલા મારફતે રૂપિયાની હેરાફરી પકડાઈ છે. છેલ્લા 15 દિવસમાં 50 લાખથી વધુની રકમની હેરાફેરી નોંધાઈ છે. ગોધરામાં પીએમ આંગડિયા અને એમ પટેલ આંગડિયા મારફતે હેરાફેરી કરવામાં આવતી હતી. મતદારોને પ્રલોભન આપવા હવાલા મારફ્તે રકમ આવી હોવાની વિગતો સામે આવી છે. આ મુદ્દે વોર્ડ નંબર 11ના ઉમેદવાર અજય વસંતાણી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રમણ બારિયા સહિતના કાર્યકરો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.


આ પણ વાંચોઃ Ahmedabad News: વિમાન દુર્ઘટનામાં પત્ની અને દીકરીને ગુમાવનાર ગુજરાતીને બ્રિટન છોડવાનો આદેશ



  • Follow us on: