ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય પક્ષોમાં ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. ટિકિટ વહેંચણીને લઈને કાર્યકરોમાં ખચવાટ ઉભો થયો છે. ત્યારે પાટણ જિલ્લામાં ભાજપે સૌથી મોટી કાર્યવાહી કરી છે. ભારતીય જનતા પાર્ટીએ શિસ્તભંગના પગલાં લેતા 26 જેટલા કાર્યકરોને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. આ નિર્ણયને કારણે સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
પાટણમાં 26 ભાજપ કાર્યકરોને સસ્પેન્ડ કરાયા
આ તમામ કાર્યકરો પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન પક્ષના અધિકૃત ઉમેદવારો વિરુદ્ધ કામ કરવાનો અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો ગંભીર આક્ષેપ છે. ભાજપ પ્રદેશ મોવડીમંડળ અને જિલ્લા સંગઠન દ્વારા તપાસ બાદ આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે. ભાજપ હંમેશા શિસ્તબદ્ધ પક્ષ હોવાનો દાવો કરે છે. જ્યારે પણ કોઈ કાર્યકર પક્ષની લાઇનથી અલગ જઈને કાર્ય કરે છે, ત્યારે પક્ષ દ્વારા ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવે છે.













