સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારીનો તબક્કો પૂરો થયા બાદ હવે પ્રચાર-પ્રસારનો ધમધમાટ શરૂ થયો છે.ત્યારે રવિવારે પ્રથમ દિવસે જ વોર્ડ નંબર 10, 20 અને 27માં ભાજપના ઉમેદવાર સામે નારાજગી, અસંતોષથી રાજકીય હલચલ મચી ગઇ હતી.ક્યાંક આયાતી ઉમેદવાર હોવાનો તો ક્યાંક પોતાના સમાજનો ઉમેદવાર નહીં હોવાનો આક્ષેપ સ્થાનિકો અને કાર્યકરો કરી રહ્યાં છે.અડાજણ પાલ વિસ્તારના બે ઉમેદવારોનો વિરોધ કરવા માટે કાર્યકરોનું ટોળું રસ્તા પર ઉમટી આવતા વિસ્તારમાં ચકચાર મચી હતી.

ભાજપ પ્રચારના બદલે હવે રોષ ઠાલવામાં લાગી

સુરતમાં ભાજપમાં ટિકિટને લઈને વિરોધનો સુર ઉઠ્યો છે. ટિકિટની આડેધડ વહેંચણીને લઈને વિરોધ ઉભો થયો છે. અલગ અલગ વિસ્તારમાંથી વિરોધનો સુર ઉઠ્યો છે. વોર્ડ નંબર 10 સહિતના વિસ્તારોમાં સ્થાનિકોએ વિરોધ કર્યો છે. અડાજણ,ભાઠાગામ અને ઈચ્છાપોર સહિતના વોર્ડમાં વિરોધ જાગ્યો છે. લોકોએ ધારાસભ્ય પૂર્ણેશ મોદીનો ઘેરાવ કર્યો હતો. સ્થાનિક મતદારો સાથે છેતરપિંડી અને અપમાન કર્યાનો આરોપ લગાવ્યો હતો. મતદારોએ મતદાનના વિરોધની ચીમકી આપી હતી. સુરતમાં ભાજપ પ્રચારના બદલે હવે રોષ ઠાલવામાં લાગી છે. ગામના સ્થાનિક ઉમેદવારને ટિકિટ નહીં આપતા વિરોધ શરૂ થયો છે.

સ્થાનિક કાર્યકરો નારાજ થયા

વોર્ડ નંબર-20 ખટોદરા-મજૂરા-સગરામપુરામાં ભાજપના મહિલા ઉમેદવાર પ્રતિભા દેસાઈની પસંદગી મુદ્દે સ્થાનિક કાર્યકરો નારાજ થયા હતા. શુક્રવારે રાત્રીએ ઉમેદવારોની યાદી જાહેર થતા જ સ્થાનિક કાર્યકરો ભાજપ કાર્યાલય પર ભેગા થઇ ગયા હતા. જ્યારે રવિવારે પ્રચાર વેળાએ પણ આ જ કચકચ જોવા મળી હતી. શનિવારે રાત્રીએ ડિંડોલી વિસ્તારમાં એટલે કે વોર્ડ નંબર-૨૭માં પણ ટિકિટ ફાળવણી સામે નારાજગી વ્યક્ત કરતા સ્થાનિક આગેવાનોએ બેઠક યોજી હતી.પાટીદાર અને ઉત્તર ગુજરાતના અગ્રણીઓએ બેઠક યોજી અન્ય વિસ્તારમાં રહેતા ઉમેદવારોને વોર્ડ-૨૭માંથી લડાવવાની તૈયારી થઇ હોવાનો આક્ષેપ કર્યો હતો. ઉત્તર ગુજરાતના પાટીદારો હોય એવા બે-ત્રણ યુવાનોએ દાવેદારી કરી હોવા છતાં પસંદગી થઈ ન હોવાની ચર્ચા બેઠકમાં થઇ હતી.


આ પણ વાંચોઃ Surat News: ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા વિના જ 7 હજાર રૂપિયામાં લર્નિંગ લાઈસન્સનો વેપલો, ચાર ઝડપાયા