ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ચરમસીમાએ છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ પંથકની મુલાકાત લીધી હતી. આ પ્રવાસ દરમિયાન તેમણે મહિલાઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજયી બનાવવા આહવાન કર્યું હતું.
મહિલા અનામત અને વિપક્ષ પર પ્રહાર
મુખ્યમંત્રીએ 33 ટકા મહિલા અનામતનો ઉલ્લેખ કરતા વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે મક્કમતાથી જણાવ્યું હતું કે, "બહેનો સામે જે કોઈ પડે છે તેનો ખાતમો થઈ જાય છે." વિપક્ષી નેતાઓ પર કટાક્ષ કરતા તેમણે ઉમેર્યું કે, વિપક્ષના ઉમેદવારો માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે, જ્યારે ભાજપનો કાર્યકર ચૂંટણી હોય કે ન હોય, કાયમ જનતાની વચ્ચે રહીને સેવા કરે છે.










