આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ–૨૦૨૫ અંતર્ગત ગુજરાતભરમાંથી આભારપત્રો લખવાના વિશાળ અભિયાનની શરૂઆત થઈ છે. સભાસદો દ્વારા શરૂ કરાયેલા આ સ્વયંભૂ આ અભિયાન હેઠળ પોરબંદર જિલ્લા કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિમિટેડ (સુદામા ડેરી) સાથે સંકળાયેલા હજારો ખેડૂતો, પશુપાલકો અને સભાસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આભાર વ્યક્ત કરતાં કુલ ૨૦,૦૦૦ પોસ્ટકાર્ડ લખ્યા હતા. મહિલા સભાસદો પણ આ અભિયાનમાં સહભાગી થઈ છે.
વડાપ્રધાને સહકાર મંત્રાલયની સ્થાપના કરીને અનેક નિર્ણયો લીધા
ખેડૂતો, પશુપાલકો તથા યુવાઓને સહકારી ક્ષેત્ર સાથે વધુને વધુ જોડાવા પ્રોત્સાહિત કરવાનો અને રોજગારી તકો ઉભી કરવાની દિશામાં સહકારથી સમૃદ્ધિના અભિગમ મજબૂત કરવાના વડાપ્રધાનના નેતૃત્વમાં લેવાયેલા નિર્ણયો પ્રત્યે આભારની લાગણી સભાસદો વ્યક્ત કરી રહ્યા છે. વડાપ્રધાને સહકાર મંત્રાલયની સ્થાપના કરીને "સહકારથી સમૃદ્ધિ" પ્રોજેક્ટ હેઠળ ખેડૂતો-પશુપાલકોના હિતમાં અનેક નિર્ણયો,યોજનાઓ અમલમાં મૂકી છે.













