પોરબંદરના પોર્ટ પર સોમવારે વહેલી સવારે એક માલવાહક જહાજમાં આગ લાગવાની ઘટના બની છે. આ જહાજ 1000 ટન ખાંડ અને ચોખા ભરીને સોમાલિયા જવા રવાના થવાનું હતું. આગ લાગતાં જ તાત્કાલિક પોરબંદર ફાયર બ્રિગેડ અને કોસ્ટ ગાર્ડ દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેને પગલે 15 જેટલા ક્રૂ-મેમ્બર્સને બચાવી લેવાયા હતા. અંતે રાત્રી ના સમયે જહાજમાં બ્લાસ્ટ થયા હતા.
‘હરિદર્શન’ નામના જહાજમાં માલસામાનને કારણે આગ
જામનગરના એચ.આર સન્સનું ‘હરિદર્શન’ નામના જહાજમાં માલસામાનને કારણે આગે ખૂબ જ ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, સલામતીના ભાગરૂપે જહાજને તાત્કાલિક પોર્ટથી દૂર દરિયામાં લઈ જવામાં આવ્યું હતું અને ત્યાં આગ બુઝાવવાની કામગીરી પણ નિસફળ રઈ હતી.













