પોરબંદરમાં પ્રજાપતિ સમાજની મિટિંગમાં બબાલ થતા ખળભળાટ મચી ગયો છે. પ્રજાપતિ સમાજની મિટિંગમાં સ્ટેજ પર આગેવાનો વચ્ચે મારામારી થતા લોકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.
સ્ટેજ પર આગેવાનો વચ્ચે હૂંસાતુસીના કારણે મારામારી
મળેલી માહિતી પ્રમાણે પોરબંદરમાં પ્રજાપતિ સમાજની મિટિંગ યોજાઇ હતી જેમાં સ્ટેજ પર આગેવાનો વચ્ચે હૂંસાતુસીના કારણે મારામારી થઇ હતી, સમાજના આગેવાનો વચ્ચે જ જ્યારે જાહેરમાં મારામારી થાય ત્યારે લોકોમાં પણ ઉત્સુક્તા વ્યાપી ગઇ હતી.













