પોરબંદર નરસંગ ટેકરી રેલવે ફાટક મુદ્દે સ્થાનિક મહિલાઓ દ્વારા અગાઉ અનેક રજૂઆતો કરવામાં આવી હતી. રેલવે ફાટકનું નિરાકરણ ન આવતા સ્થાનિકોએ કલેક્ટર અને રેલવે અધિકારીને રજૂઆત કરી હતી.દિવાળીનો તહેવાર નજીક આવતા સ્થાનિકોને પણ 3થી 4 કિલોમીટર ફરીને પોતાના નિવાસ્થાને જવું પડે છે. રજૂઆતો કરવા છતાં પણ સત્તા પક્ષ અને વહીવટી તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હતાં. ત્યારે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ મંત્રી બનતાની સાથે જ આ ફાટક ફરી ખોલવા બાંહેધરી આપી હતી.
કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આપી બાંહેધરી
પોરબંદર શહેરમાં નરસંગ ટેકરી ફાટક બંધ હોવાથી લોકોને ચાર કિ.મી સુધી ફરીને અવર જવર કરવી પડે છે. આ મુદ્દે સ્થાનિકો દ્વારા અનેક વખત અધિકારીઓ અને નેતાઓને રજૂઆતો કરવામાં આવી છે. તાજેતરમાં જ મહિલાઓ દ્વારા પણ આ ફાટકે લઈને અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ આજદિન સુધી તેનું નિરાકરણ આવ્યું નથી. ત્યારે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા મંત્રી બનતાની સાથે જ કામે લાગી ગયા હોય તેમ લોકોની રજૂઆતો સાંભળી હતી.













