પોરબંદરમાં 15થી 19 ઓગસ્ટ સુધી ચોપાટી ખાતે યોજાનારા લોકમેળામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાયેલી રહે અને ટ્રાફિક સમસ્યા નિવારી શકાય તે માટે પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની અધ્યક્ષતામાં લોકમેળામાં પોલીસ બંદોબસ્ત સહિતનો એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. જેમાં મેળા દરમ્યાન 1 ASP, 2 DYSP, 11 PI, 21 PSI સહિત 830 પોલીસનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે.
બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ જવાન પણ ફરજ બજાવશે
આ ઉપરાંત બ્રેથ એનેલાઈઝર તથા એન્ટી વોચ ટીમ જે મેળામાં આવનાર લોકોનું ચેકીંગ કરશે, રાઉન્ડ ધ કલોક મોનીટરીંગ કરવામાં આવશે. મેળામાં 5 વોચ ટાવર લગાવાશે, ચેઈન સ્નેચિંગ સ્કોવોર્ડ, પિક પોકેટિંગ સ્લોડ, એન્ટી રોમિયો સ્કોવોર્ડ, એલસીબી, એસ.ઓ.જી ટીમ, પેરોલ ફર્લો સ્કોવોર્ડ તેમજ શી ટીમ સતત પેટ્રોલિંગ કરશે. CCTV કેમેરાથી બાજ નજર રાખવામાં આવશે. 30 બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ જવાન પણ ફરજ બજાવશે.
મેળા પહેલા સર્જાયો વિવાદ
પોરબંદરના પ્રખ્યાત લોક મેળામાં મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાવ વધારો અને રાઈડ્સમાં બેસતા લોકોની સુરક્ષાને લઈને વિવાદ સર્જાયો છે. પોરબંદર કોંગ્રેસે મહાનગરપાલિકા દ્વારા લોકમેળામાં મોટાપાયા ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો કર્યા છે અને રાજકોટના મેળા કરતાં વધુ ભાવ રાખવા બાબતે વિવાદ સર્જાયો છે, રાઈડ્સમાં બેસતા 18 વર્ષથી નાની ઉંમર વાળા માટે રૂપિયા 30 અને 18 વર્ષથી મોટા માટે રૂપિયા 50 જેટલો ભાવ રાખવામાં આવ્યો છે, સાથો સાથ મનપા કમિશનરે જણાવ્યું હતું કે કોઈ આઈ કાર્ડના હોય તો ચહેરો જોઈને ઉંમર નક્કી કરાશે.