પોરબંદરમાં બોગસ ફાયર NOC મામલે ફાયરકર્મી સસ્પેન્ડ કરાતા ખળભળાટ મચી ગયો છે. બોગસ એનઓસી મુદ્દે ફાયર બ્રિગેડના કર્મચારી રાજીવ ગોહિલને સસ્પેન્ડ કરવાનો મ્યુનિ.કમિશનરે આદેશ કર્યો છે
NOCમાં ફાયર કર્મી રાજીવ ગોહિલે સહી કરી હતી
મળતી માહિતી મુજબ પેરેડાઇઝ સિનેમા કેસમાં મનપા કમિશનરે ફાયર બ્રિગેડના કર્મચારી સામે આ કાર્યવાહી કરી છે. પેરેડાઇઝ સિનેમા માટે બોગસ ફાયર NOCમાં ફાયર કર્મી રાજીવ ગોહિલે સહી કરી હતી અને ત્યારબાદ ખોટા દસ્તાવેજોના આધારે BU સર્ટિફિકેટ અપાયું હતું













