પૂર્વોત્તર રેલવેના ગોરખપુર વિસ્તારમાં રેલવે સંપર્કને વધુ મજબૂત બનાવવા, ગોરખપુર–ડોમિનગઢ વચ્ચે 4 કિ.મી. નવી તૃતીય લાઇન અને ગોરખપુર–નખહા જંગલ વચ્ચે 5 કિ.મી.ના ડબલિંગ કાર્યને કારણે ભાવનગર મંડળના પોરબંદર સ્ટેશનથી 25 સપ્ટેમ્બર, 2025 (ગુરુવાર)ના રોજ ચાલવા વાળી ટ્રેન નંબર 19269 પોરબંદર–મુઝફ્ફરપુર એક્સપ્રેસ બદલાયેલા માર્ગથી દોડશે.
મુસાફરોને વિનંતી છે કે કૃપા કરીને ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને મુસાફરી કરો
25 સપ્ટેમ્બર, 2025 (ગુરુવાર)ની ટ્રેન નંબર 19269 પોરબંદર–મુઝફ્ફરપુર એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ બારાબંકી જં.–ગોંડા જં.–ગોરખપુર જં.–પનિયહવા–નરકટિયાગંજ–મુઝફ્ફરપુરના સ્થાને બદલાયેલા માર્ગ વડે લખનઊ–સુલતાનપુર–વારાણસી–ઔંડ઼િહાર જં.–છપરા–મુઝફ્ફરપુર માર્ગે દોડશે. આ માર્ગ ફેરફારના કારણે આ ટ્રેન ગોંડા, ગોરખપુર, સિસવા બજાર, બગહા, નરકટિયાગંજ, બેતિયા, સાંગલી, બાપુધામ મોતીહારી અને ચકિયા સ્ટેશનો પર નહીં ઊભે. મુસાફરોને વિનંતી છે કે કૃપા કરીને ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને મુસાફરી કરો. ઉપરોક્ત ટ્રેનના સમય, સ્ટોપેજ અને રચના વિશેની વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.













