રાજ્યમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર આગામી 19 જૂને પેટા ચૂંટણી યોજાવવાની છે, તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા બંને વિધાનસભા મત વિસ્તારમાં રજા જાહેર કરવામાં આવી છે. આ અંગે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેને લઈને જાહેર અને ખાનગી કંપનીઓમાં કામ કરતા તમામ લોકોને મતદાન કરવા માટે એક દિવસની રજા મળશે.


પેટા ચૂંટણી પહેલા જ રાજકારણ ગરમાયું

જુનાગઢની વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવવાની છે. ત્યારે વિસાવદરમાં પેટા ચૂંટણી યોજાય તે પહેલા જ રાજકારણ ગરમાયું છે અને એક પક્ષ બીજા પક્ષ પર નિવેદનબાજી કરી રહ્યો છે. તેની વચ્ચે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પૈસા આપ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પૈસા આપ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું છે કે ગોપાલ ઈટાલીયા વિરૂદ્ધ વીડિયો બનાવવા કાર્યકર્તાઓને ઓફર કરવામાં આવી છે. આ સાથે જ ભાજપના કાર્યકર્તાઓ પણ હોટલમાં હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને રૂપિયા 2 લાખ હરદેવ વિકમાને કોંગ્રેસ દ્વારા આપ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને લલિત કગથરા સહિતના આગેવાનો સામે આ આક્ષેપ કરવામાં આવ્યો છે.

બે વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી નવી ગાઈડલાઈન મુજબ યોજાશે

  • મતદાન મથકના પ્રવેશ દ્વારથી બૂથ 100 મીટર દૂર ઊભા કરી શકાશે.
  • બુથ તથા ત્યાં હાથ ધરાયેલ પ્રવૃતિઓનો ખર્ચ ઉમેદવાર ના ચૂંટણી ખર્ચ ના ખાતામાં ઉધારવામાં આવશે.
  • કેમ્પ પર કોઈ પણ પોસ્ટર, ઝંડા, પ્રતીકો કે અન્ય કોઇપણ પ્રકારની પ્રચાર સામગ્રી પ્રદર્શિત કરી શકાશે નહીં.
  • બૂથ પર ફક્ત 1 ટેબલ અને 2 ખુરશી રાખી શકાશે.
  • પ્રતિકૂળ વાતાવરણ સામે રક્ષણ મળી શકે તે માટે છત્રી વાળા બુથ રાખી શકાશે.
  • જાહેર અથવા ખાનગી મિલકત પર અતિક્રમણ કરીને બુથ ઉભા કરી શકાશે નહીં.
  • કોઈપણ ધાર્મિક સ્થળો કે તેના પરિસરમાં બુથ ઉભા કરી શકાશે નહીં.
  • કોઈ શૈક્ષણિક સંસ્થા અથવા હોસ્પિટલને લગોલગ બુથ ઉભા કરી શકાશે નહીં.
  • ઉમેદવારોના કેમ્પ સાદા હોય તે સુનિશ્ચિત કરવામાં આવશે.

  • Follow us on: