કડીમાં કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાની ગાડીનો અકસ્માત સર્જાયો છે. કડી કોર્ટ પાસે શ્વાન આડુ આવતા કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી. શ્વાનને બચાવવા જતાં કારનો અકસ્માત સર્જાયો હતો. ડિવાઈડર પર ટકરતા ગાડીના બમ્પરના ભાગે નુકશાન થયું છે. ગાડીમાં સવાર ઉમેદવાર સહિત કાર્યકરોનો આબાદ બચાવ થયો છે. અકસ્માત થતાં જ લોકો ભેગા થઈ ગયા હતાં.


કડીમાં કોંગ્રેસના ઉમેદવારની ગાડીનો અકસ્માત

પ્રાપ્ત વિગતો પ્રમાણે કડી બેઠક પર વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. તમામ પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરવામા આવ્યો છે. આગામી 19મી જૂનના રોજ કડી બેઠક માટે ચૂંટણીનું મતદાન થવાનું છે. ત્યારે પ્રચાર અર્થે નીકળેલા કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાની કારનો અકસ્માત સર્જાયો હતો. કડી કોર્ટ પાસેથી પસાર થતી વખતે કારની આડે શ્વાન આવી ગયું હતું. શ્વાનને બચાવવા જતાં કાર ડિવાઈડર સાથે ટકરાઈ હતી.

રોડ વચ્ચે શ્વાન આવતા કાર ડિવાઇડર પર ચડી

કારનો અકસ્માત થતાં જ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતાં. શ્વાનને બચાવવા જતાં કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી. જેના કારણે કારના આગળના ડમ્પરના ભાગને નુકસાન થયું હતું. કારમાં સવાર રમેશ ચાવડા સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ બચી ગયા હતાં. અકસ્માતને પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતાં. ત્યારબાદ કાર લઈને રમેશ ચાવડા ત્યાંથી રવાના થયા હતાં.


  • Follow us on: