રાજકોટ શહેરમાં આવેલા રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં BRTS રોડ પરથી રસ્તો ઓળંગી રહેલા એક અજાણ્યા યુવકને પસાર થઈ રહેલી સિટી બસે જોરદાર અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં યુવકને શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી. BRTS ટ્રેક પર રસ્તો ઓળંગતી વખતે અચાનક આવેલી સિટી બસની ટક્કર વાગતાં જ યુવક રોડ પર પટકાયો હતો.
અકસ્માત સર્જાતાં જ ઘટનાસ્થળે લોકોના મોટો ટોળાં એકત્ર થયા
અકસ્માતની આ ઘટના બનતા જ ધડાકાભેર અવાજ સાથે આસપાસના સ્થાનિકો અને રાહદારીઓ તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોતજોતામાં રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે લોકોના મોટા ટોળાં એકત્ર થઈ ગયા હતા. સિટી બસની ટક્કરથી ઘવાયેલા યુવકની મદદ માટે સ્થાનિક લોકો આગળ આવ્યા હતા અને વાહનવ્યવહારને પણ થોડીવાર માટે નિયંત્રિત કર્યો હતો.
