રાજકોટ શહેરના માર્ગો પર અકસ્માતોની શ્રેણી યથાવત જોવા મળી રહી છે. શહેરના વ્યસ્ત ગણાતા ચૌધરી હાઇસ્કુલ પાસે આજે એક અનિયંત્રિત કારે અકસ્માત સર્જ્યો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે અચાનક સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો, જેના કારણે કાર રસ્તા પરથી પસાર થઈ રહેલા અન્ય બે વાહનો સાથે ધડાકાભેર અથડાઈ હતી.

રાજકોટમાં કારચાલકે કાબૂ ગુમાવતાં અકસ્માત

કારની ટક્કર એટલી જોરદાર હતી કે અડફેટે આવેલા વાહનોને નુકસાન પહોંચ્યું હતું અને માર્ગ પર થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. સદ્ભાગ્યે આ ઘટનામાં મોટો જાનમાલનો ખરો હોનારત ટળી હતી, પરંતુ વાહનોને ભારે નુકસાન થયું છે.

કારે 2 વાહનોને લીધા અડફેટે

આ સમગ્ર અકસ્માતના દ્રશ્યો નજીકના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગયા છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કારચાલક કેવી રીતે બેફામ રીતે કાર ચલાવીને અન્ય વાહનોને અડફેટે લે છે. આ ઘટના અંગે સ્થાનિક પોલીસે CCTV ફૂટેજના આધારે કાનૂની કાર્યવાહી અને કારચાલક સામે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: Dahod: વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં વાતાવરણ ડહોળાયું, 14 નામજોગ અને 200ના ટોળા વિરુદ્ધ FIR દાખલ