રાજકોટમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની કથાના પ્રથમ દિવસે જ જનમેદની ઉમટી પડી હતી.3 વર્ષ પછી રાજકોટની પવિત્ર ધરતી પર આવવાનો અવસર મળતાં જ તેમણે સનાતન ધર્મનો પ્રચાર કરવા માટે પ્રચંડ હુંકાર કર્યો હતો.પોતાના સંબોધનમાં વિરોધીઓને આડેહાથ લેતા તેમણે એક મોટું નિવેદન આપ્યું કે, જેટલી પરીક્ષાઓ મારી થઈ છે,તેટલી તો કદાચ સીતા માતાની પણ નહોતી થઈ.તેમણે ભૂતકાળને યાદ કરતા કહ્યું કે ત્રણ વર્ષ પહેલાં પણ તેમનો વિરોધ થયો હતો અને આજે પણ થઈ રહ્યો છે.પરંતુ સૌથી મોટું દુઃખ એ વાતનું છે કે સનાતનીઓ જ સનાતન ધર્મનો વિરોધ કરી રહ્યા છે.
દેશમાં ગેરકાયદેસર ધર્માંતરણ અટકી ગયું હોત
તેમણે પોતાના આલોચકોને જડબાતોડ જવાબ આપતા સવાલો ઉઠાવ્યા કે,જો મારો વિરોધ કરનારાઓએ આટલો વિરોધ લવ જેહાદનો કર્યો હોત તો આજે લવ જેહાદની ઘટનાઓ ન બનતી હોત.જો આટલો વિરોધ વિધર્મીઓનો કરાયો હોત તો ભારત ક્યારનુંય હિન્દુ રાષ્ટ્ર બની ગયું હોત અને જો પાદરી કાદરીઓનો આટલો વિરોધ થયો હોત તો દેશમાં ગેરકાયદેસર ધર્માંતરણ અટકી ગયું હોત.ધીરેન્દ્ર શાસ્ત્રીએ સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈ અંધશ્રદ્ધા કે જાદુટોણા નથી ફેલાવતા,પણ તેમની પાસે જે કંઈ છે તે માત્ર હનુમાનજીની પરમ કૃપા છે.










