રાજકોટ તેલ બજારમાં સિંગતેલના ભાવમાં ફરી એકવાર વધારો નોંધાયો છે. 15 કિલોના ડબ્બે ₹20નો ભાવ વધારો થતાં સિંગતેલનો નવો ભાવ ₹3,130 થયો છે. ચાલુ વર્ષે સિંગતેલ સહિત અન્ય ખાદ્યતેલો પણ મોંઘા રહેવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

 ગૃહિણીઓના રસોડાના બજેટ પર બોજ વધ્યો 

મોંઘવારીનો માર સહન કરી રહેલી સામાન્ય જનતા અને ગૃહિણીઓના રસોડાના બજેટ પર ફરી એકવાર બોજ વધ્યો છે. સૌરાષ્ટ્રના મુખ્ય તેલ બજાર એવા રાજકોટમાં સિંગતેલના ભાવમાં ફરીથી વધારો ઝીંકવામાં આવ્યો છે. સિંગતેલના 15 કિલોના ડબ્બે ₹20નો ભાવ વધારો થતાં નવો ભાવ વધીને ₹3,130 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે.

ચાલુ વર્ષે સિંગતેલ સહિત અન્ય ખાદ્યતેલ પણ મોંઘા રહેવાના એંધાણ

તેલ બજારના વેપારીઓ અને સૂત્રોના જણાવ્યા અનુસાર, બજારની વર્તમાન સ્થિતિ જોતાં ચાલુ વર્ષ દરમિયાન સિંગતેલ મોંઘુ રહેવાના સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યા છે. માત્ર સિંગતેલ જ નહીં, પરંતુ આગામી દિવસોમાં કપાસિયા અને પામોલિન સહિતના અન્ય ખાદ્યતેલોના ભાવ પણ ઊંચા અને મોંઘા રહેવાના સંકેત મળી રહ્યા છે. સતત વધી રહેલા ખાદ્યતેલના ભાવને કારણે મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોની ચિંતામાં વધારો થયો છે.

આ પણ વાંચો:  Ahmedabad: રોડ સેફ્ટી સુધારવા તંત્રને અપાયા મહત્વના સૂચનો, જીવલેણ અકસ્માતમાં સુરત ટોપ-20માં આવતા વહીવટી તંત્ર સતર્ક