તહેવારોની મોસમ નજીક છે ત્યારે સામાન્ય પ્રજા અને ગૃહિણીઓ માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના મુખ્ય બજારોમાં ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર મોટો ઉછાળો જોવા મળ્યો છે. રોજીંદા વપરાશના તેલોના ભાવ વધવાથી રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે. ખાસ કરીને ગુજરાતની પસંદગીના તેલ ગણાતા સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ વધારાથી લોકોમાં ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે.
સીંગતેલમાં રૂ.15 અને કપાસિયા તેલમાં રૂ.20 નો વધારો
પ્રાપ્ત વિગતો મુજબ બજારમાં સીંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બે રૂ.15 નો વધારો નોંધાયો છે, જ્યારે કપાસિયા તેલમાં રૂ.20 નો વધારો થયો છે. આ ભાવવધરા પાછળનું મુખ્ય કારણ માર્કેટમાં આવતી મગફળીમાં રહેલો ભેજ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. હાલમાં વેચાણ માટે આવતી મગફળીમાં વધુ પડતો ભેજ હોવાના કારણે તેમાંથી નીકળતા તેલનું પ્રમાણ ઘટે છે, જેના સીધા લીધે તેલના ભાવમાં તેજી જોવા મળી રહી છે.
