રાજકોટના સાધુ વાસવાણી રોડ પર આવેલી સોસાયટીમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઝેરી દવા પીને સામૂહિક આપઘાત કરી લેતાં સમગ્ર શહેરમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.પરિવારના મોભી, તેમની પત્ની અને પુત્ર ત્રણેય જણાએ આપઘાત કરીને જીવન ટૂંકાવી લેતા પરિવારમાં આક્રંદ ફેલાયો છે.આ કરૂણ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી
મળતી વિગતો અનુસાર,પરિવારના સભ્યોએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી.પત્ની સ્મિતાબેનનું સ્થળ પર જ અથવા પ્રાથમિક તબક્કે મોત નિપજ્યું હતું.જ્યારે ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયેલા પતિ દિલીપભાઈ ખખર અને પુત્ર નિશિત ખાખરનું પણ સારવાર દરમિયાન કરૂણ મોત નિપજ્યું હતું.એક જ પરિવારના ત્રણેય સભ્યોના મોત થતાં ઘટનાએ અત્યંત ગંભીર રૂપ ધારણ કર્યું છે.
