રાજકોટ શહેરમાં સ્વતંત્રતા પર્વની ભારે ઉત્સાહ અને દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી. આ પ્રસંગે રાજકોટ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ, જવાનો, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

સાંસ્કૃતિક કાર્યક્રમ અને ડોગ-બોમ્બ સ્ક્વોડનું પ્રદર્શન

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે પોલીસ હેડક્વાર્ટર ખાતે મનોરંજક અને પ્રેરણાદાયી સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ડોગ સ્કોડ અને બોમ્બ સ્કોડ દ્વારા હાથ ધરવામાં આવતી જટિલ કામગીરી, સુરક્ષા તપાસ અને બચાવ કામગીરી અંગે ઉપસ્થિત નાગરિકોને રસપ્રદ પ્રાત્યક્ષિકો સાથે માહિતી પૂરી પાડવામાં આવી હતી.

Independence Day 2026: CP Brajesh Kumar Jha Announces 2 New Police Stations in Rajkot

માધાપર અને સરધારમાં નવા 2 પોલીસ સ્ટેશનની મોટી જાહેરાત

કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ વિસ્તાર માટે મહત્વની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આગામી સમયમાં માધાપર અને સરધાર ખાતે 2 નવા પોલીસ સ્ટેશનના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવશે.

Independence Day 2026: CP Brajesh Kumar Jha Announces 2 New Police Stations in Rajkot

અન્ય પોલીસ સ્ટેશનોનું ભારણ ઘટશે અને સુરક્ષા વધશે

નવા પોલીસ સ્ટેશનો બનવાથી શહેરના કાયદા-વ્યવસ્થાના માળખામાં મોટો સુધારો થશે

  • માધાપર પોલીસ સ્ટેશન: માધાપર પોલીસ સ્ટેશન કાર્યરત થતાં પ્રદ્યુમનનગર, ગાંધીગ્રામ અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનોનું કામગીરીનું ભારણ ઘટશે.
  • સરધાર પોલીસ સ્ટેશન: સરધાર પોલીસ સ્ટેશન શરૂ થવાથી આજી ડેમ પોલીસ સ્ટેશન પરનું કામગીરીનું ભારણ ઓછું થશે.

આ બે નવા પોલીસ સ્ટેશનો ઉમેરાતાં રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં કુલ પોલીસ સ્ટેશનની સંખ્યા વધીને 17 થશે. આ નિર્ણયથી સંબંધિત વિસ્તારના નાગરિકોને પોલીસ સુરક્ષા અને કાયદાકીય સેવાઓ વધુ ઝડપથી અને નજીકથી પ્રાપ્ત થશે.

Independence Day 2026: CP Brajesh Kumar Jha Announces 2 New Police Stations in Rajkot


આ પણ વાંચો - Independence Day 2026: ભારતીય તટરક્ષક દળ દ્વારા પોરબંદરથી માધવપુર સુધી 130 કિમીની ભવ્ય બાઈક રેલી