રાજકોટમાં દર વર્ષે યોજાતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો લાખો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. આ વર્ષે મેળાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા લોકોની સુરક્ષા અને મેળાની વ્યવસ્થાને વધુ સઘન બનાવવા માટે એક મોટો નિર્ણય લેવાયો છે. આ વખતે મેળામાં ચાંપતી નજર રાખવા માટે અત્યાધુનિક AI ટેક્નોલોજી યુક્ત ડ્રોન દ્વારા સમગ્ર લોકમેળાનું મોનીટરીંગ કરવામાં આવશે.

સ્ટોલ અને રાઇડ્સના પ્લોટના ભાડામાં અધધ વધારો

લોકમેળામાં વેપાર કરવા આવતા વેપારીઓને આ વર્ષે મોંઘવારીનો માર સહન કરવો પડશે. તંત્ર દ્વારા મેળાના 228 જેટલા સ્ટોલ અને પ્લોટના ભાડામાં રૂ. 2,000 થી લઈને રૂ. 12,000 સુધીનો સીધો વધારો ઝીંકવામાં આવ્યો છે. નવી બેઝ પ્રાઇઝ મુજબ, ખાણીપીણીની કેટેગરીના નાના સ્ટોલના ભાડામાં રૂ. 2,000 થી 5,000 સુધીનો વધારો કરાયો છે. જ્યારે એમ્યુઝમેન્ટ રાઇડ્સ માટેના પ્લોટ અને મોટા સ્ટોલની કિંમતમાં પણ રૂ. 5,000 થી 8,000 સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

વેપારીઓમાં કચવાટ અને ફોર્મ વિતરણની તારીખો જાહેર

અચાનક સ્ટોલ અને પ્લોટના બેઝ પ્રાઇઝમાં તોતિંગ ભાવ વધારો કરવામાં આવતા નાના અને મધ્યમ વર્ગના વેપારીઓમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, લોકમેળામાં વ્યવસાય કરવા ઈચ્છુક લોકો માટે ફોર્મ વિતરણની પ્રક્રિયાની તારીખો પણ જાહેર કરી દેવાઈ છે. આગામી 20 જુલાઈથી રાજકોટમાં આવેલ તોરલ બિલ્ડીંગ ખાતેની ઇન્ડિયન બેંકની શાખામાંથી ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવશે. વેપારીઓ 28 જુલાઈ સુધી આ ફોર્મ ભરીને સબમીટ કરી શકશે.

2 થી 6 સપ્ટેમ્બર વચ્ચે યોજાશે જન્માષ્ટમી લોકમેળો 2026

ચાલુ વર્ષે જન્માષ્ટમીના તહેવારો દરમિયાન યોજાનારો આ રાજકોટનો જન્માષ્ટમી લોકમેળો 2 સપ્ટેમ્બરથી શરૂ થશે, જે 6 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ પાંચ દિવસ દરમિયાન ચાલનારા લોકજીવનના મહોત્સવમાં રાજકોટ શહેર સાથે સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને અન્ય જિલ્લાઓમાંથી પણ લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. આ વ શક્યતા સેવાઈ રહી છે.

રાજકોટના ઐતિહાસિક રેસકોર્સ મેદાન ખાતે યોજાશે લોકમેળો

દર વર્ષની પરંપરા મુજબ ચાલુ વર્ષે પણ રોજકોટ જન્માષ્ટમી લોકમેળો રાજકોટના હૃદય સમાન ઐતિહાસિક રેસકોર્સ મેદાન ખાતે યોજાશે. વિશાળ જગ્યા ધરાવતા આ મેદાનમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સીસીટીવી કેમેરા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત, આરોગ્યની ટીમ અને ફાયર સેફ્ટીની પૂરતી સુવિધાઓ ઉભી કરવામાં આવશે, જેથી લોકો કોઈ પણ મુશ્કેલી વગર તહેવારની મોજ માણી શકે.


આ પણ વાંચો - Rajkot Janmashtami Lok Mela 2026: સૌરાષ્ટ્રના સૌથી મોટા જન્માષ્ટમી લોકમેળાની તૈયારીઓ શરૂ, જાણો તારીખ