સૌરાષ્ટ્રના લોકસંસ્કૃતિના સૌથી મોટા અને પ્રખ્યાત રાજકોટના લોકમેળાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ વર્ષે આ મેળો 'વિરાસતથી વિકાસ' ના નામે 2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાશે.
રાજકોટના લોકમેળાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ
https://twitter.com/sandeshnews/status/2092556516385849398
લોકમેળાની તૈયારીઓ પૂરજોશમાં
આ વખતે મેળામાં આવતા મુલાકાતીઓ માટે ખાસ સરપ્રાઇઝનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 2 અને 3 સપ્ટેમ્બરના રોજ ભારતીય નૌ-સેનાનું શાનદાર બેન્ડ દેશભક્તિ અને સંગીતના સૂર રેલાવશે, જે મેળાનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે. સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી દર વર્ષે 12 થી 15 લાખ લોકો આ લોકમેળાની મોજ માણવા માટે રાજકોટ ખાતે આવી પહોંચે છે.મેળામાં રાઇડ્સ અને સ્ટોલ ધારકોની હરાજીથી જિલ્લા પ્રશાસનને ₹3.64 કરોડની જંગી આવક થઈ છે. મેળામાં આ વખતે યાંત્રિક રાઇડ્સ માટે 34 પ્લોટ ફાળવવામાં આવ્યા છે અને તમામ નાની-મોટી રાઇડ્સની ફિટિંગ કામગીરી પૂર્ણ થવાના આરે છે.
2 થી 6 સપ્ટેમ્બર રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાશે મેળો
કોઈપણ અણબનાવ સામે રક્ષણ મેળવવા માટે તંત્ર દ્વારા ₹10 કરોડનો જંગી અકસ્માત વીમો લેવામાં આવ્યો છે. લોકમેળામાં અસાધારણ ભીડને કંટ્રોલ કરવા અને સુરક્ષા જાળવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત કેમેરા અને મોનિટરિંગ સિસ્ટમનો ઉપયોગ કરાશે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 1000 થી વધુ પોલીસ જવાનો અને અધિકારીઓનો કાફલો 24 કલાક તૈનાત રહેશે.
આ પણ વાંચો: Jetpur: 15 વર્ષનો વિદ્યાર્થી ચાલતા ચાલતા એક જ સેકન્ડમાં ઢળી પડ્યો; હૃદયરોગના હુમલાથી મોત, CCTV વાયરલ