રાજકોટ શહેરમાંથી લવ જેહાદ અને બ્લેક મેઇલિંગનો એક અત્યંત ચોંકાવનારો અને સનસનાટીભરી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક વિધર્મી શખ્સ દ્વારા હિન્દુ પરિણીતાને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ ધર્મ પરિવર્તન કરવા અને લગ્નજીવન તોડી નાખવા માટે સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ અસહ્ય ત્રાસ અને બ્લેક મેઇલિંગથી કંટાળીને આખરે ગત રાત્રે પરિણીતાએ એસિડ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે.


ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક અને હોટલમાં દુષ્કર્મ

ઘટનાની મળતી માહિતી અનુસાર, પીડિત હિન્દુ પરિણીતા આશરે એક વર્ષ પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ મારફતે અફઝલ સીદા નામના મુસ્લિમ શખ્સના સંપર્કમાં આવી હતી. આ પરિચયનો ગેરલાભ ઉઠાવીને અફઝલે પરિણીતાને ગોંડલ રોડ પર આવેલી એક હોટલમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. આટલેથી ન અટકતા, આરોપી અફઝલે પીડિતાના વાંધાજનક ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી બ્લેક મેઇલિંગ શરૂ કર્યું હતું.

ધર્મ પરિવર્તન કરવા અને દરગાહમાં લઈ જવા દબાણ

છેલ્લા છ મહિનાથી આરોપી અફઝલ પરિણીતા પર તેનું ચાલુ લગ્નજીવન તોડી નાખવા અને ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા માટે સતત દબાણ કરી રહ્યો હતો. આ કાળા કારસ્તાનમાં અફઝલની સાગરીત અનિશા નામની યુવતી પણ સામેલ હોવાનો ખુલાસો થયો છે. અનિશા પણ પરિણીતાને તેનું ઘર તોડીને અફઝલ સાથે ભાગી જવા મજબૂર કરતી હતી. આક્ષેપ મુજબ, અફઝલ પરિણીતાને બળજબરીપૂર્વક દરગાહમાં લઈ જતો, ત્યાં દોરો બાંધતો અને કોઈ પાણી પીવડાવીને ધર્મ પરિવર્તન કરવા માટે ધાક-ધમકી આપતો હતો.

વારંવારની રજૂઆત છતાં પોલીસ કામગીરી સામે સવાલ

આરોપી અફઝલ સીદા ગુનાહિત માનસિકતા ધરાવે છે, અને તેની સામે અગાઉ પણ અલગ-અલગ ગુનાઓમાં ત્રણ વખત FIR નોંધાઈ ચૂકી છે. પીડિતાના પરિવારજનોનો ગંભીર આક્ષેપ છે કે, અફઝલના આ ત્રાસ અંગે અગાઉ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપવામાં આવી હતી, તેમ છતાં પોલીસે સમયસર કોઈ નક્કર કાર્યવાહી કરી ન હતી. પોલીસની આ ઢીલી નીતિના કારણે આરોપી બેફામ બન્યો હતો, અને આખરે કંટાળીને પરિણીતાએ મોતનું વહાલું કરવા એસિડ ગટગટાવી લીધું હતું.

સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

હાલમાં પરિણીતાને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. લવ જેહાદ અને દુષ્કર્મની આ ગંભીર ઘટનાને પગલે હિન્દુ સંગઠનો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારે આરોપી અફઝલ અને તેની સાગરીત અનિશા સામે તાત્કાલિક કડક કાયદાકીય પગલાં ભરવાની માગ કરી છે. પોલીસ હાલ આ મામલે સઘન તપાસ ચલાવી રહી છે.


આ પણ વાંચો - Rajkot : રામદેવ ડાંગરની ટોળકી વિરુદ્ધ ગુજસીટોક દાખલ, ક્રાઈમ બ્રાન્ચે 5માંથી 3 આરોપીની કરી ધરપકડ


  • Follow us on: