રાજકોટ શહેરમાં દિવાળીના પર્વની ખુશીઓ વચ્ચે એક ગંભીર અને હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. શહેરના મવડી વિસ્તારમાં આવેલા મારૂતિનંદન સોસાયટીમાં તહેવારની રાત્રે ફટાકડા ફોડવા બાબતે બે જૂથો કે વ્યક્તિઓ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી, જે ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને આખી ઘટના હત્યામાં પરિણમી હતી.
ફટાકડા ફોડવા બાબતે માથાકૂટ ખૂની હુમલામાં બદલાયી
મળતી માહિતી મુજબ, દિવાળીના દિવસે રાત્રે સોસાયટી પરિસરમાં ફટાકડા ફોડવા મુદ્દે બોલાચાલી શરૂ થઈ હતી. આ સામાન્ય વિવાદ એટલો વધી ગયો કે સામા પક્ષના લોકોએ ઉશ્કેરાઈને હુમલો કરી દીધો હતો. આ લોહીયાળ ઝઘડામાં અજીત સિંધવ નામના યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

