રાજકોટ શહેરમાં જાહેરમાં મારામારીની ઘટનાઓ વધી રહી છે. જેનો વધુ એક વિડિયો વાયરલ થયો છે. આ બનાવમાં વોટર સપ્લાયનું કામ કરતા એક વ્યક્તિએ ઓફિસના માલિક પર પાઇપ વડે હુમલો કર્યો હતો. જેની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. હુમલાનું કારણ વોટર સપ્લાયના કામમાં વિલંબ હતો.
વોટર સપ્લાયનું કામ કરનારે કર્યો હુમલો
વોટર સપ્લાયનું કામ કરનારે સમયસર પાણી પૂરું ન પાડતાં ઓફિસના માલિકે તેને ઠપકો આપ્યો હતો. ઠપકો આપવાના કારણે ઉશ્કેરાયેલા યુવકે ગુસ્સામાં આવી જઈને ઓફિસ ધારક પર પાઇપ વડે હુમલો કર્યો હતો. જાહેરમાં થયેલી આ મારામારીના કારણે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મારામારીની આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.













