રાજકોટમાં નશીલા પદાર્થોનું નેટવર્ક બંગાવવા માટે રેલવે ક્રાઇમ બ્રાન્ચે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. રાજકોટ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧ પરથી બીજા રાજ્યમાંથી ટ્રેન મારફતે લાવવામાં આવી રહેલો 18.467 કિલોગ્રામ ગેરકાયદેસર ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે.
રાજકોટ રેલવે સ્ટેશનેથી લાખો રૂપિયાનો ગાંજો ઝડપાયો
શહેરમાં ગાંજાની ડિલિવરી થાય તે પહેલાં જ બાતમીના આધારે રેલવે ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડીને કુલ ₹9.41 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી છત્તીસગઢના વતની કર્મવીર પાટિલ નામના તસ્કરને ઝડપી પાડ્યો હતો. જોકે, તેની સાથે રહેલો ઉત્તર પ્રદેશનો હર્ષસિંહ નામનો સાગરીત પોલીસની ટીમ જોઈને પ્લેટફોર્મ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
