રાજકોટ શહેરમાં વાહનચાલકો અને સામાન્ય જનતા માટે માઠા સમાચાર સામે આવ્યા છે. શહેરના નાયરા એનર્જીના પેટ્રોલ પંપ પર ઇંધણના ભાવમાં અચાનક મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલ અને સ્થાનિક પરિબળોની અસર વચ્ચે નાયરા દ્વારા ઇંધણના ભાવ વધારવામાં આવતાં દૈનિક મુસાફરી કરતા વાહનચાલકોના આર્થિક બજેટ ખોરવાઈ ગયા છે.

પેટ્રોલમાં રૂ. 5 અને ડીઝલમાં રૂ. 3 નો વધારો

નાયરા પેટ્રોલ પંપ પર કરવામાં આવેલા નવા ભાવવધારા મુજબ, પેટ્રોલના ભાવમાં લિટર દીઠ રૂ. 5 નો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ડીઝલના ભાવમાં પણ લિટર દીઠ રૂ. 3 નો ભાવવધારો ઝીંકવામાં આવ્યો છે. આ વધારા સાથે નાયરાના પંપ પર પેટ્રોલનો નવો ભાવ વધીને રૂ. 106.83 પ્રતિ લિટર થઈ ગયો છે, જ્યારે ડીઝલનો ભાવ રૂ. 100.66 પ્રતિ લિટર પહોંચી ગયો છે.

https://x.com/sandeshnews/status/2106264379176157214?s=20

વાહનચાલકો અને વેપારી વર્ગ પર આર્થિક બોજ

પેટ્રોલ અને ડીઝલમાં થયેલા આ તોતિંગ ભાવવધારાના કારણે દૈનિક અપ-ડાઉન કરતા નોકરીયાતો, વિદ્યાર્થીઓ અને ખાસ કરીને ટ્રાન્સપોર્ટરો પર ભારે આર્થિક બોજ આવી પડ્યો છે. ડીઝલના ભાવ રૂ. 100 ને પાર પહોંચી જતાં માલસામાનની હેરફેર મોંઘી બનવાની અને તેની સીધી અસર જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પર પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે. નાયરા પંપ પર ઈંધણ પુરાવવા પહોંચેલા વાહનચાલકોએ આ અચાનક ભાવવધારા સામે ભારે અસંતોષ વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો : Ahmedabadના ઇસનપુરમાં સનસનાટી, યુવકને માર મારી નગ્ન હાલતમાં ફેંકી દેવાયા બાદ મોત, પોલીસ તપાસ શરૂ