રાજકોટ શહેરમાં ચર્ચાના ચકડોળે ચડેલા કથિત લવ જેહાદના મામલામાં આજે એક હાઈવોલ્ટેજ ડ્રામા અને નવો વળાંક સામે આવ્યો છે. ગઈકાલે એક પીડિત હિન્દુ યુવતી દ્વારા લગાવવામાં આવેલા ગંભીર આક્ષેપો બાદ આ કેસમાં આરોપી તરીકે દર્શાવવામાં આવેલી અનિશા નામની મુસ્લિમ યુવતી અચાનક મીડિયા સમક્ષ હાજર થઈ ગઈ હતી.


 પોતે મુસ્લિમ હોવા છતાં એક હિન્દુ યુવક સાથે જ પરણી છું

 અનિશાએ મીડિયા સમક્ષ ચોંકાવનારો દાવો કરતા જણાવ્યું કે તેના પર લાગેલા તમામ આરોપો તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. તેણે વધુમાં ઉમેર્યું કે, "હું પોતે મુસ્લિમ હોવા છતાં એક હિન્દુ યુવક સાથે જ પરણી છું, તેથી મારા પર લવ જેહાદના આક્ષેપો કરવા તે ખોટું છે."

અનિશાની પૂછપરછ માટે અટકાયત કરી

જોકે, બીજી તરફ પીડિત હિન્દુ યુવતીની સત્તાવાર ફરિયાદના આધારે રાજકોટ મહિલા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. મીડિયા સમક્ષ નિવેદન આપ્યા બાદ તુરંત જ મહિલા પોલીસની ટીમે આરોપી અનિશાની પૂછપરછ માટે અટકાયત કરી લીધી છે અને તેને પોલીસ મથકે લઈ જવામાં આવી છે.

લવ જેહાદના મામલે આક્રમક આક્ષેપો

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પીડિત યુવતીએ મીડિયા અને પોલીસ સમક્ષ પોતાની સાથે થયેલા કથિત લવ જેહાદના મામલે આક્રમક આક્ષેપો કર્યા હતા, જેના કારણે શહેરમાં ભારે ચકચાર જાગી હતી. હિન્દુ સંગઠનો સક્રિય થાય તે પૂર્વે જ પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો.

અનિશાની ભૂમિકાની તપાસ શરુ

આ હાઈપ્રોફાઈલ કેસમાં કયા તથ્યો છુપાયેલા છે અને અનિશાની આમાં શું ભૂમિકા છે, તે અંગે મહિલા પોલીસ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે. આ નવા ઘટસ્ફોટ બાદ રાજકોટના સ્થાનીય રાજકારણ અને સામાજિક વર્તુળોમાં ભારે ગરમાવો આવી ગયો છે. 

વિધર્મીના ત્રાસથી પરિણીતાનો આપઘાતનો પ્રયાસ

પરિણીતા ઈન્સ્ટાગ્રામ મારફતે અફઝલના સંપર્કમાં આવી હતી અને ત્યારબાદ અફઝલ તેને ધર્મ પરિવર્તન કરવા માટે સતત દબાણ કરતો હતો હતો અને લગ્નજીવન તોડવા પણ દબાણ કરાતું હોવાનો દાવો કરાયો હતો. મહિલાએ દુષ્કર્મ, ધમકી અને બ્લેકમેઇલિંગના ગંભીર આરોપ લગાવ્યો હતો. ઉલ્લેખનિય છે કે અગાઉ આરોપી સામે ત્રણ એફઆઈઆર નોંધાઇ છે જેમાં હોટલમાં દુષ્કર્મ ગુજારી વીડિયો વાયરલની ધમકીનો કેસ છે. આ મામલે બુધવારે પોલીસે કાર્યવાહી ન કરી હોવાનો પરિવારનો આક્ષેપ હતો


આ પણ વાંચો----   Sandesh Digital Explainer : રામ નામે પથ્થર તર્યા..! અયોધ્યા રામ મંદિરમાં સવા વર્ષ સુધી કેવી રીતે ચાલ્યું કરોડોનું ' દાન કૌભાંડ'? વાંચો ઇન-ડેપ્થ માહિતી


  • Follow us on: