જસદણના ઘેલા સોમનાથ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન VIP ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષકોને મેળામાં જમવાની વ્યવસ્થાનું કામ સોંપાયું તેવું લોકોને જાણ થતાં તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે કામ પ્રાંત કચેરી દ્વારા શિક્ષકોને સોંપવામાં આવ્યું છે તેવી વાત બહાર આવતા વિવાદ થયો. જેને લઈને પ્રાંત અધિકારી દ્વારા સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી.


વિવાદ થતા પ્રાંત અધિકારીએ લીધેલા નિર્ણયનો કર્યો બચાવ

પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે, જસદણના ઘેલા સોમનાથમાં શ્રાવણ માસ દરમિયાન જે શિક્ષકો સ્વેચ્છાએ સેવા કરવા માગતા હોય તેમની વાત છે. શ્રાવણ માસ એ શિવભક્તિનો મહિનો છે જેમાં કોઈ પણ વ્યક્તિ તેની સ્વેચ્છાએ શિવમંદિરમાં સેવા આપી શકે છે, તો શિક્ષકો દ્વારા સ્વેચ્છાએ સેવા કરવાની વાત છે. જે રીતે આંતરિક વ્યવસ્થા જાળવવા માટે સ્વયંસેવકો જોડાય છે તેવી રીતે શાળાના સમય સિવાય શિક્ષકો સ્વેચ્છાએ જોડાયા છે. જેના માટે શિક્ષક સંઘોએ સામેથી અમારો સંપર્ક કર્યો હતો તેવું તેમણે જણાવ્યું હતું.

શિક્ષક, આચાર્ય કે તાલુકા અધિકારી ખાલી સમયમાં આપશે સેવા

જસદણ પ્રાંત અધિકારીએ આ બાબત અંગે પ્રતિક્રિયા આપતા વધુમાં જણાવ્યું હતું કે, ઘેલા સોમનાથ મંદિરમાં VIP ભોજન માટે શાળાના આચાર્ય અને શિક્ષકો ખાલી સમયમાં સેવા આપી શકે છે. આખા શ્રાવણ માસમાં શિક્ષકો અને આચાર્યો પણ ખાલી સમયમાં સેવા આપશે, તાલુકા શિક્ષણ અધિકારી પણ આખો શ્રાવણ મહિનો સુપરવિઝન માટે ખાલી સમયમાં મંદિરમાં સેવા આપશે.


  • Follow us on: