ગુજરાતના રાજકોટ (Rajkot) શહેરમાં બાળકીઓની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર સવાલ ઉભા થયા છે. રૈયા રોડ (Raiya Road) પર જાહેર રોડ ઉપર 10 વર્ષની બાળકીની છેડતી કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, નંબર પ્લેટ વિના (Without Number Plate) આવેલા બાઈક ચાલકે બાળકીના છાતી સહિતના ભાગે હાથ ફેરવીને છેડતી કરી હતી અને ત્યારબાદ બાળકીનો હાથ પકડીને સ્પામાં નોકરી કરવાની ઓફર પણ આપી હતી.

20 દિવસ બાદ પણ આરોપી ફરાર

પીડિતાના પિતા (Victim's Father) એ જણાવ્યું હતું કે આરોપીએ ગ્રીનલેન્ડ ચોકડી (Greenland Chowkdi) પાસે સ્પા આવેલું છે અને ત્યાં તારા જેવી બાળકીઓ કામ કરે છે તેવી વાત કરી હતી, તેમજ આવા નરાધમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જરૂરી હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાને 20 દિવસ (20 Days) વીતી ગયા હોવા છતાં પણ પોલીસ હજુ સુધી આરોપીને પકડી શકી નથી. ગાંધીગ્રામ પોલીસે (Gandhigram Police) પોક્સો (POCSO) સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હોવા છતાં આરોપીને પકડવામાં ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી હોવાનો આક્ષેપ ઉઠ્યો છે.

બાળકીઓની સુરક્ષા અને તપાસની ગતિ સામે સવાલ

જાહેર માર્ગ પર 10 વર્ષની બાળકી સાથે બનેલી આ ઘટના અને ત્યારબાદ 20 દિવસ સુધી આરોપી ન પકડાતા વાલીઓમાં ભય અને રોષ જોવા મળી રહ્યો છે. ગાંધીગ્રામ પોલીસ આરોપીને ઝડપી પાડવામાં ક્યારે સફળ થાય છે અને શંકાસ્પદ બાબતોની ઊંડાણપૂર્વક તપાસ કરીને કડક કાર્યવાહી ક્યારે કરે છે તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો : Dahodના પેથાપુર ગામે યુવક પર જીવલેણ હુમલો, પેશાબ કરવાની ના પાડતા 4 શખ્સોએ મચાવ્યો આતંક