રાજકોટમાં વાહનવ્યવહાર કચેરીની લાલિયાવાડી સામે આવી છે. RTO કચેરીનું નવું બિલ્ડીંગ તૈયાર થઈ ગયું હોવા છતાં કાર્યરત થયું નથી. નવા બિલ્ડીંગની અંદર અદ્યતન ફર્નિચર અને પ્રાદેશિક વાહન વ્યવહારને લઈને સગવડો રાખવામાં આવી છે. છતાં RTO કચેરીનું તૈયાર થયેલ નવીન બિલ્ડિંગ લોકાર્પણની રાહમાં ધૂળ ખાઈ રહ્યું છે.


કરોડોનું આંધણ છતાં કચેરી શરૂ ના થઈ

રૂ. 9 કરોડનાં ખર્ચે રાજકોટમાં RTOની નવી વહિવટી કચેરી તૈયાર થઈ ગઈ છે. વર્ષ 2025ની શરૂઆતમાં RTOની નવી વહિવટી કચેરીમાં ફર્નિચરનું કામ પણ પૂર્ણ થઈ ગયું. છેલ્લા 6 મહિનાથી તૈયાર થયેલ RTOનું નવા બિલ્ડીંગમાં હજુ સુધી કામગીરી શરૂ કરવામાં આવી નથી. થોડા મહિનાઓ પહેલા જ RTOના જૂના બિલ્ડીંગમાં આગ લાગી હતી. જેના બાદ નવું બિલ્ડીંગ બનાવવાનું કામ હાથ ધરાયું. બિલ્ડીંગ ફર્નીચર અને આધુનિક સુવિધાથી સજ્જ છે. પરંતુ લોકાર્પણ ના થતા નવું બિલ્ડીંગ ખંડેર બનવા લાગ્યું.

કયારે આ RTO કચેરી શરૂ થશે?

ઉલ્લેખનીય છે કે અગાઉ રાજકોટમાં STની નવી વહીવટી કચેરી બે મહિનાથી તૈયાર છતાં લોકાર્પણમાં તારીખ પે તારીખ થઈ હતી. અધિકારીઓ અને કર્મચારીઓ જીવના જોખમે જૂની જર્જરિત વહિવટી કચેરીમાં કામ કરતા હતા. જ્યારે અત્યારે RTOઓનું નવું બિલ્ડીંગ કેમ શરૂ કરાયું નથી તેને લઈને સવાલ ઉઠવા લાગ્યા છે. કચેરીમાં સગવડો છતાં તેનો ઉપયોગ ક્યારે કરાશે એ માટે કોઈ આયોજન ન હોવાનું સામે આવ્યું છે. કેમ અત્યાર સુધી આ બિલ્ડીંગ લોકાર્પણ નથી કરાયું તેને લઈને લોકોમાં અચરજ છે. આખરે કયારે આ RTOઓ કચેરી શરૂ થશે અને કયારે લોકોને તેની સુવિધા મળશે એ જોવાનું રહ્યું.. 

  • Follow us on: