રાજકોટના મેટોડામાં યુવકની છરીના ઘા મારી હત્યા કરવાની ઘટના સામે આવી હતી. આ ઘટના બાદ પોલીસે ગણતરીના કલાકોમાં આપોપીઓને ઝડપી લીધા છે. મૃતક દિલીપસિંહ ગોહિલે હાર્દિકની પત્નીની છેડતી કરી હોવાથી આરોપીએ તેનો બદલો લેવા મિત્ર સાથે મળીને દિલીપસિંહની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.


મેટોડામાં યુવકની હત્યા કરનારા ઝડપાયા

મેટોડામાં યુવકની હત્યા મામલે રાજકોટ રૂરલ પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા છે. હાર્દિક અને બિટ્ટુ નામના આરોપીઓએ હત્યા નિપજાવી હતી. મૃતક દિલીપસિંહ ગોહિલએ હાર્દિકની પત્નીની છેડતી કર્યાના ઘટનાનો બદલો લેવા આ હત્યા નિપજાવવાની વિગતો ખુલવા પામી છે. પોલીસે બે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 પત્નીની છેડતી કર્યાનો બદલો લીધો

મેટોડામાં ખુલ્લા મેદનામાં ગઈ કાલે હત્યા થઈ હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાના પગલે લોકો એકઠા થઈ ગયા હતા. લોકો દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ દોડતી થઈ હતી. આ મામલે પોલીસે હત્યા કઈ બાબતે કરવામાં આવી છે તે દિશામાં તપાસ શરૂ કરી હતી. જોકે પોલીસે તપાસ દરમિયાન બે આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: