રાજકોટ શહેરમાં એક યુવતીએ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, આપઘાતનો પ્રયાસ કરનાર યુવતી મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના થાન વિસ્તારની નિવાસી છે. ઘટનાની જાણ થતાં જ બેભાન હાલતમાં યુવતીને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

લેબ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતી હતી યુવતી

ઝેરી દવા પી લેનાર આ યુવતી વ્યવસાયે લેબ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી હોવાનું સામે આવ્યું છે. યુવતીએ કયા કારણોસર આ અંતિમ પગલું ભરવાનો પ્રયાસ કર્યો તે અંગે સ્થાનિક વર્તુળોમાં જાતજાતની ચર્ચાઓ જાગી છે. હોસ્પિટલના તબીબો દ્વારા યુવતીની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી, પોલીસે તપાસ શરૂ કરી

બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસને તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી છે. પોલીસે આ સુસાઈડ નોટ કબજે કરીને તેને આધારે આપઘાતના પ્રયાસ પાછળનું સાચું કારણ જાણવા માટે ઊંડાણપૂર્વકની તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો : Ahmedabad એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની મોટી કાર્યવાહી, 65.69 લાખનું સોનું ઝડપાયું, 422 ગ્રામ જપ્ત