રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટરમાં આગની ઘટના બની હતી અને આગ લાગતાની સાથે એક વૃદ્ધ દાઝી ગયા હતા, તો તંત્ર દ્વારા ઘટના દબાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો, TB વોર્ડમાં વેન્ટિલેટરમાં લાગી હતી આગ અને આગ લાગી તે વોર્ડમાં CCTV પણ ન હોવાની વાત સામે આવી છે, ત્યારે જોવાનું એ રહ્યું કે સિવિલ હોસ્પિટલના સત્તાધીશ સામે પોલીસ કોઈ ફરિયાદ નોંધે છે કે નહી.


રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોટી દુર્ઘટના ટળી?

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ટીબી વોર્ડમાં રહેલા વેન્ટિલેટરમાં અચાનક આગ લાગી હતી અને વોર્ડમાં રહેલા વૃદ્ધ દાઝી ગયા હોવાની વાત સામે આવી છે, આ સમગ્ર ઘટનામાં બેદરકારી છુપાવવા માટે જવાબદારોએ પોલીસ ચોકીમાં MLC પણ ન નોંધાવી અને પોલીસને પણ જાણ કરી ન હતી આગ કેમ લાગી તેનું કારણ સામે આવ્યું નથી, તો આટલી મોટી સિવિલ હોસ્પિટલમાં આવી બેદરકારી કેમની ચલાવી લેવાય ! આ તો સારૂ છે કે કોઈનો જીવ નથી ગયો અને જો કોઈને જીવ ગયો હોત તો કોણ જવાબદાર હોત !

આગ લાગી તે વોર્ડમાં સીસીટીવી કેમેરા ન હતા

તો આ સમગ્ર ઘટનામાં સિવિલના સત્તાધીશોનું કહેવું છે કે તપાસ ચાલુ છે, પરંતુ તપાસના નામે માત્ર નાટક જ કરવામાં આવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે, શોર્ટ સર્કિટના કારણે વૃદ્ધને મોંના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે હોસ્પિટલ દર્દી-સ્ટાફમાં દોડધામ મચી હતી. શોર્ટ સર્કિટની ઘટનાને લઈને હોસ્પિટલના અધિકારી ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને આ મામલે હજી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, વૃદ્ધને મોઢાના ભાગે ગંભીર રીતે દાઝી ગયા છે.

  • Follow us on: