રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના સૌથી મોટા અને સુપ્રસિદ્ધ લોકમેળાનો આવતીકાલથી ઉત્સાહભેર પ્રારંભ થઈ રહ્યો છે. તહેવારો નિમિત્તે યોજાતો આ લોકમેળો સૌરાષ્ટ્રવાસીઓ માટે આસ્થા, સંસ્કૃતિ અને મનોરંજનનું મુખ્ય કેન્દ્ર બની રહે છે. લાખોની સંખ્યામાં આવતા મુલાકાતીઓ લોકમેળાની મોજ માણી શકે તે માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તમામ આયોજનો અને આખરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

મુલાકાતીઓની સુવિધા માટે 14 સ્થળોએ ફ્રી પાર્કિંગની વ્યવસ્થા

લોકમેળામાં આવતા માઇભક્તો અને મુલાકાતીઓને પોતાના વાહનો પાર્ક કરવામાં કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મેળાની આસપાસના અલગ-અલગ 14 જેટલા મુખ્ય સ્થળો પર ફ્રી પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવી છે. આ પાર્કિંગ સ્થળો પર વાહનોની સલામતી અને ટ્રાફિકનું સુચારુ સંચાલન જળવાઈ રહે તે માટે કર્મચારીઓ પણ તૈનાત રહેશે.

https://x.com/sandeshnews/status/2094638544409223193?s=20

1,500 જવાનો તૈનાત, વોચ ટાવરથી રખાશે કડક નજર

લોકમેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો તથા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરક્ષા વ્યવસ્થા અત્યંત સઘન બનાવવામાં આવી છે. મેળાના સમગ્ર પરિસરમાં 1,500થી વધુ પોલીસ જવાનો અને સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, જનમેદની પર સતત દેખરેખ રાખવા માટે વિશેષ વોચ ટાવર ઊભા કરવામાં આવ્યા છે, જ્યાંથી જવાનો બાજ નજર રાખશે.

આ પણ વાંચો : Suratમાં ગુનેગારો બેફામ! 48 વર્ષીય બિલ્ડર પર ઉપરાછાપરી ચપ્પુના ઘા મારી હત્યારાઓ ફરાર, સારવાર દરમિયાન નીપજ્યું મોત