રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલી જાણીતી સરાઝા હોટલમાં ડેકોરા ગ્રુપના ચિરાગ પટેલના નામે યોજાયેલી હાઈપ્રોફાઈલ દારૂ અને હુક્કાની મહેફિલ મામલે રાજકોટ શહેર તાલુકા પોલીસે કાનૂની સંકંજો કસવાનું શરૂ કર્યું છે.પોલીસે આ ચર્ચિત કેસમાં આયોજકો,આમંત્રિત અગ્રણીઓ અને હોટલ સ્ટાફ સહિત કુલ 38 વ્યક્તિઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ સત્તાવાર ગુનો દાખલ કર્યો છે. પોલીસે હોટેલના મેનેજર સહિતના લોકોની પુછપરછ કરી છે. હવે આ કાંડમાં સોશિયલ મીડિયામાં એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. રીલ બનાવી યુવતીઓએ સમગ્ર કાંડ પર કટાક્ષ કર્યો છે.  

https://www.instagram.com/reel/DfY9E_WEUVn/?utm_source=ig_web_copy_link&dlrf=MzRlODBiNWFlZA%3D%3D&srtk=MzRlODBiNWFlZA%3D%3D


દારુ બદનામ કર દી ગીત પર રીલ બનાવી

રાજકોટની સરાઝા હોટેલમાં દારૂની મહેફિલ બાદ સોશિયલ મીડિયામાં મજાક શરૂ થઈ ગઈ છે. બે યુવતીઓનો એક વીડિયો હાલમાં વાયરલ થયો છે. આ વીડિયોમાં આ બે યુવતીઓ હાથમાં પાણીની બોટલ લઈને ડાન્સ કરતી જોવા મળે છે. તેમની પાછળનું બેક ગ્રાઉન્ડ છે ત્યાં આઈ લવ સરાજા લખેલું છે. તેઓ દારુ બદનામ કર દી નામના પંજાબી ગીત પર ડાન્સ કરી રહ્યાં છે. બંને યુવતીઓએ દારૂની જગ્યાએ પાણીની બોટલ પીને કટાક્ષ કર્યો છે. હાલમાં સોશિયલ મીડિયામાં આ રીલ વાયરલ થઈ રહી છે. 

બિલ્ડરે પણ દારૂબંધી સામે સવાલો ઉઠાવ્યા

રાજકોટના બિલ્ડર એસોસિએશનના ઉપ પ્રમુખ ધૃવિક પટેલે પણ આજે ધનતેરસના દિવસે મોટો વિવાદ સર્જ્યો છે. એક વીડિયો બનાવી તેમણે દારુ બંધી છૂટી કરવા માગ કરી છે. તેમણે એવો દાવો કર્યો છે કે, દારૂબંધીને કારણે ગુજરાતને 30 હજાર કરોડ રૂપિયા ટેક્સમાં નુકસાન થાય છે. જો દારૂબંધી હટે તો રાજ્યને ટેક્સની આવક મળશે અને તેમાંથી નવી સ્કૂલો અને હોસ્પિટલો બનશે. તેમણે લોકોને પણ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને દારૂબંધી મામલે પોતાનો મત જણાવા અપીલ કરી છે. 

આ પણ વાંચોઃ Vadodara News: MSUનાં ડોનર્સ પ્લાઝામાં ક્લાઈમેટ ચેન્જ એક્ઝિબિશન સેન્ટર બનશે, 17 કરોડ ગ્રાન્ટ ફાળવાઈ