રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો અને બાંધકામો દૂર કરવા માટે ભૂતકાળમાં અત્યાર સુધીનું સૌથી મોટું મેગા ડિમોલિશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન પાછળ કરદાતાઓના કરોડો રૂપિયા વપરાયા હોવાના આક્ષેપો સાથે જનરલ બોર્ડમાં વિપક્ષી કોર્પોરેટરો અને સભ્યો દ્વારા લેખિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આજે યોજાયેલી RMC ની જનરલ બોર્ડની બેઠકમાં મનપાના જવાબદાર અધિકારીઓએ જંગલેશ્વર ડિમોલિશન પાછળ થયેલા ખર્ચનો સત્તાવાર ચોપડો ખુલ્લો મુક્યો હતો.


[[$googlead]]

જંગલેશ્વર મેગા ડિમોલિશન ખર્ચ

અધિકારીઓએ આપેલી સત્તાવાર માહિતી મુજબ, સમગ્ર જંગલેશ્વર ઓપરેશન દરમિયાન કુલ 2.72 કરોડથી લઈને 2.73 કરોડ રૂપિયા સુધીનું આંકડાકીય બિલ બન્યું છે. આ મેગા ઓપરેશનમાં મિલકતો અને પાકા બાંધકામો તોડી પાડવા માટે મોટા પ્રમાણમાં જેસીબી, હિટાચી, જેક હેમર અને મોટા કટર મશીનો ઉપયોગમાં લેવાયા હતા, જેનું ભાડું અને ઓપરેટિંગ ચાર્જ સૌથી વધુ એટલે કે રૂ. 1.47 કરોડ થયો છે.

વીડિયોગ્રાફી, સુરક્ષા સાધનો અને બાકી ફૂડ બિલ

ડિમોલિશન દરમિયાન કોઈ વિવાદ ન સર્જાય અને ભવિષ્યની કોર્ટ કાર્યવાહી માટે પુરાવા રહે તે માટે કરાયેલી વીડિયોગ્રાફી પાછળ રૂ. 28.05 લાખનો ખર્ચ થયો છે. આ ઉપરાંત સ્થળ પર કંટ્રોલ રૂમ અને છાંયડા માટે ઉભા કરાયેલા મંડપ સર્વિસના રૂ. 9.10 લાખ ચૂકવી દેવામાં આવ્યા છે. સ્ટાફ અને મજૂરોના રક્ષણ માટે ખરીદાયેલી હેલમેટ, સેફ્ટી એપ્રન, વાહનોના ડીઝલ, ઇલેક્ટ્રિક સુવિધા, ડમ્પરના ફેરા અને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચાઓ પણ બિલમાં આવરી લેવાયા છે.

[[$alsoread]]

ફૂડ બિલ હજુ સુધી ચૂકવવાનું બાકી

તંત્રએ બોર્ડ સમક્ષ કબૂલાત કરી હતી કે આ સમગ્ર ઓપરેશન દરમિયાન તૈનાત રહેલા મનપા સ્ટાફ, પોલીસ કાફલા અને એજન્સીના માણસો માટે મંગાવાયેલા ભોજન અને નાસ્તાનું રૂ. 27 લાખનું ફૂડ બિલ હજુ સુધી ચૂકવવાનું બાકી છે અને તે ચૂકવવાની પ્રક્રિયા ચાલુ છે. જનરલ બોર્ડમાં આ આંકડા જાહેર થતાં જ મનપાના સભાગૃહમાં આટલા મોટા ખર્ચ અને વહીવટી પ્રક્રિયા અંગે ભારે ચર્ચા-વિચારણા જોવા મળી હતી.

આ પણ વાંચો: Rajkot: જન્માષ્ટમી લોકમેળાનો માટે સ્ટોલ ફોર્મ વિતરણના પ્રથમ દિવસે જ 86 ફોર્મ ઉપડ્યા, વેપારીઓમાં ભારે ઉત્સાહ

  • Follow us on: