રાજકોટમાં દર્દીઓની સેવા કાજે હંમેશા અગ્રેસર રહેતા સુપ્રસિદ્ધ સદભાવના ટ્રસ્ટ દ્વારા વધુ એક મોટું લોકકલ્યાણકારી પગલું ભરવામાં આવ્યું છે. ટ્રસ્ટ દ્વારા આજથી અત્યાધુનિક લેબોરેટરીનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ લેબોરેટરી શરૂ થતાં સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોને મોંઘાદાટ રિપોર્ટ્સ હવે તદ્દન નજીવા દરે ઉપલબ્ધ બનશે, જેની સાથે જ દર્દીઓને લૂંટતા ખાનગી મેડિકલ માફિયા અને લે-ભાગુ તત્વોના નેટવર્ક પર સીધો મોટો પ્રહાર થયો છે.
સદભાવના ટ્રસ્ટની હાઇટેક લેબોરેટરી શરૂ
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ ખાનગી હોસ્પિટલોની મનમાની, આડોળાઈ અને જોહુકમી સામે ખુલ્લેઆમ પ્રહારો કર્યા હતા. તેમણે કડક શબ્દોમાં જણાવ્યું કે, “મેડિકલ ક્ષેત્રે આંગળીના વેઢે ગણાય તેવા કેટલાક બદમાશો દર્દીઓને લૂંટી રહ્યા છે, તેમને અમે સીધા દોર કરી રહ્યા છીએ. ગત વર્ષે પણ ગેરરીતિ આચરતી 6 ખાનગી હોસ્પિટલો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી.”
