રાજકોટના જામનગર રોડ તરફ રહેતા અને દૈનિક અપડાઉન કરતા લાખો વાહનચાલકો માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે. રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા અત્યંત આધુનિક ડિઝાઇન સાથે તૈયાર કરવામાં આવેલા નવનિર્મિત સાંઢિયા ઓવરબ્રિજનું આજે સત્તાવાર રીતે ઉદ્ઘાટન કરીને જનતા ચરણોમાં સમર્પિત કરવામાં આવ્યો છે.
લાખો વાહનચાલકોની પ્રતીક્ષાનો આખરે અંત
રેલવે લાઇન પર બનેલા જૂના અને સાંકડા સાંઢિયા પુલને કારણે અહીં દરરોજ કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી. એમ્બ્યુલન્સ અને સ્કૂલ બસો પણ આ જામમાં ફસાઈ જતી હતી. આ સમસ્યાના કાયમી નિવારણ માટે મનપા દ્વારા રૂ. ૭૪ કરોડનું માતબર બજેટ ફાળવીને નવો ભવ્ય ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ કાર્યરત થતાં જ હવે રાજકોટ અને જામનગર વચ્ચે ચોવીસે કલાક ટ્રાફિકની ગતિ અવિરત રહેશે અને લાખો વાહનચાલકોને સીધો મોટો ફાયદો થશે.










