રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સરાઝા હોટલમાં ડેકોરા ગ્રુપના ચિરાગ પટેલના નામે યોજાયેલી હાઈપ્રોફાઈલ દારૂ અને હુક્કાની મહેફિલમાં હવે અત્યાર સુધીનો સૌથી મોટો રાજકીય ધડાકો થયો છે. સૌરાષ્ટ્રના અગ્રણી ઉદ્યોગપતિઓ, બિલ્ડરો અને તબીબો વચ્ચે આ ગેરકાયદે મહેફિલમાં શાસક પક્ષ ભાજપના ધારાસભ્યના સગા ભાઈની સીધી સંડોવણી સામે આવતાં સમગ્ર ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
રાજકોટ સરાઝા હોટલ શરાબ કાંડ
ધ્રાંગધ્રા-હળવદ બેઠકના ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરાના સગા ભાઈ મનીષ વરમોરા આ દારૂ પાર્ટીમાં રંગેહાથ ઝડપાયા હોવાનો મોટો ખુલાસો થયો છે. તાલુકા પોલીસે આ ચકચારી કેસમાં 38 લોકો સામે સત્તાવાર નામજોગ એફઆઈઆર (FIR) નોંધી લીધી છે, ત્યારે સત્તાધારી પક્ષના ધારાસભ્યના ભાઈ સામે પોલીસ કાયદા મુજબ કડક હાથે કામ લેશે કે પછી ‘વગ’ જોઈને નમતું જોખશે તે સવાલ હવે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
ધારાસભ્યના ભાઈની સંડોવણીથી પોલીસ-રાજકીય બેડામાં સોપો
સરાઝા હોટલના બેન્ક્વેટ હોલમાં જ્યારે ક્રાઈમ બ્રાન્ચ અને તાલુકા પોલીસે મોડી રાત્રે ત્રાટકીને દરોડો પાડ્યો, ત્યારે ત્યાં મોજમાણી રહેલા ધનાઢ્યોમાં ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાના ભાઈ મનીષ વરમોરા પણ સામેલ હોવાનું સામે આવ્યું છે.તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયેલી એફઆઈઆરમાં પાર્ટીના 35 મુખ્ય આયોજકો-મહેમાનો અને હોટલના ૩ સંચાલકો-સ્ટાફ સહિત કુલ 38 લોકો સામે વિધિવત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.પકડાયેલા તમામ લોકોની સાથે મનીષ વરમોરાના પણ બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે, જેને ફોરેન્સિક લેબોરેટરી (FSL) માં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે.
શું કાયદો માત્ર સામાન્ય જનતા માટે જ? પોલીસ સામે મોટો અગ્નિપરીક્ષાનો તબક્કો
સામાન્ય નાગરિક કે શ્રમિક દારૂની સામાન્ય બોટલ સાથે ઝડપાય તો પોલીસ તાત્કાલિક જેલના સળિયા પાછળ ધકેલી ફોટો-વીડિયો વાયરલ કરતી હોય છે.આ કેસમાં શાસક પક્ષ ભાજપના ધારાસભ્યના સગા ભાઈનું નામ આવતાં જ પોલીસ પર ઉચ્ચ સ્તરેથી દબાણ લાવવામાં આવી રહ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.શું પોલીસ મનીષ વરમોરાની કાયદેસર ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરશે કે પછી માત્ર ૧૬૯ મુજબ 'નોટિસ' આપીને મામલો રફેદફે કરવાનો પ્રયાસ થશે, તેના પર સમગ્ર રાજ્યની નજર ટકેલી છે.
તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના મુજબ નામજોગ આરોપીઓની યાદી
- ચિરાગભાઈ અરવિંદભાઈ પટેલ (ડેકોરા ગ્રુપ - મુખ્ય આયોજક)
- નીખીલભાઈ જમનભાઇ પટેલ
- કૃણાલભાઈ કરણભાઈ અગ્રવાલ
- પલવભાઈ ધીરૂભાઇ માકડીયા
- મનીષભાઇ વલ્લભભાઈ પટેલ (વરમોરા ગ્રુપ / ધારાસભ્યના સંબંધી)
- હિતભાઈ અનીલભાઈ પટેલ
- સ્મીતભાઈ મનસુખભાઈ રોજીવાડીયા
- રોહીતભાઈ મગનભાઈ સોનેપરા
- કૌશીકભાઈ પોપટભાઇ રાઠોડ
- ઉજાસભાઈ જમનભાઇ વાછાણી
- ધર્મેશભાઇ રમણીકભાઈ પટેલ
- ગૌરવભાઈ હરીભાઇ પટેલ
- અભયભાઈ નરેન્દ્રભાઈ જાવીયા
- સુરજભાઈ રજનીકાંતભાઈ કાનાબાર
- વિહાનભાઈ ઉજાસભાઈ વાછાણી
- દેવભાઇ મિતુલભાઇ કાલરીયા
- વીરભાઇ મિતુલભાઇ કાલરીયા
- હાર્દિકભાઈ કિરીટભાઈ ગઢીયા
- જીજ્ઞેશભાઈ ભુદરજીભાઈ સંચાણીયા
- વિરેનભાઈ જયકુમાર તલસાણીયા
- ગૌરવભાઈ ધર્મેશભાઇ વીરડીયા
- હાર્દિકભાઈ અનીલભાઈ ઠક્કર
- જેનીલ નરેન્દ્રભાઇ નથવાણી
- વત્સલ દિપકભાઈ કારીયા
- હાર્દિકભાઈ પ્રફુલચંદ્રભાઈ ગોહિલ
- ડેનીશભાઈ ચંદ્રકાંતભાઈ સેજપાલ
- ભાર્ગવભાઈ ધર્મેશભાઈ પટેલ
- જેનીશભાઈ દિપકભાઈ વસાણી
- સંદિપભાઈ પાંચાભાઈ સોરઠીયા
- દેવાંશભાઇ કમલેશભાઇ શાહ
- ગૌરવભાઈ ધીરેનભાઈ અજમેરા
- કુશ સંજયભાઈ ભાડાણીયા
- કુશલભાઈ લક્ષ્મીદાસ ભાલોડીયા
- દિપકભાઈ અમૃતલાલ કોટક
- અક્ષત શક્તિભાઇ ગોયલ
- હિતેન્દ્રસિંહ પર્વતસિંહ ચૌહાણ (હોટલ સ્ટાફ)
- મનપ્રીતસિંગ ધ્યાનસીંગ (હોટલ સ્ટાફ)
- હર્ષવર્ધનસિંહ શંભુસિંહ ચૌહાણ (હોટલ સ્ટાફ)
આ પણ વાંચો: Gondal: જેતપુર નેશનલ હાઈવે પર બે તોતિંગ ટ્રકો ભટકાતાં કચ્ચરઘાણ; પતરાં ચીરીને લોહીલુહાણ ડ્રાઈવરને બહાર ખેંચ્યો!