રાજકોટમાં કૌભાંડીઓએ સફાઈ કામદારોને પણ ના છોડયા. પૈસા કમાવવાની લાલચમાં સફાઈ કામદારોના પગારમાં મોટાપાયે ગેરરિતી થઈ હોવાનું સામે આવ્યું. સફાઈ કામદારોએ ખાનગી સફાઇ એજન્સી પર પગારમાંથી કટકી કર્યાનો આક્ષેપ લગાવ્યો. આટલેથી ના અટકતા ખાનગી એજન્સીના સંચાલકો પગાર મુદ્દે કર્મચારીઓને ધમકી આપી રહ્યા છે. નાણાં પરત લેતા એજન્સીના કર્મચારીનો વીડિયો વાયરલ થતા હડકંપ મચ્યો છે.


કામદારોના પગારમાં ખાનગી એજન્સીનું કટકી કૌભાંડ

રાજકોટના ITI ખાતે કામ કરતા સફાઈ કામદારો સાથે એજન્સી અને કોન્ટ્રાક્ટ દ્વારા ડરાવી ધમકાવી પડવામાં આવી રહ્યા હતા. ગરીબોના હક્કના પૈસા પર એજન્સીની લૂંટ. ખાતામાં નાણાં જમા થયા બાદ નાણાં વચેટિયા મારફત પરત લેતા એજન્સીના કર્મચારીનો વીડિયો વાયરલ થયો.  ખાનગી સફાઈ એજન્સી દ્વારા કામદારોના પગારને લઈને ગેરરીતિ આચરવામાં આવતી હોવાનો કર્મચારીઓએ આક્ષેપ લગાવ્યો. વધુમાં તેમણે કહ્યું કે ખાનગી એજન્સી અને કોન્ટ્રાક્ટરને કોઈ ના મળ્યું તો અમારા ગરીબોના પગારમાંથી કટકી ખાઈ રહ્યા છે. એજન્સી દ્વારા બેંક ખાતામાં નાણાં જમા કરાવી 50 ટકા રકમ પરત લઈ રૂપિયા રળવાનો મોટો ગોરખધંધો કરવામાં આવી રહ્યો છે. સફાઈ કામદારોના પગારના 12500 રૂપિયા બેંક ખાતામાં નાખવાની જગાએ રોકડમાં રૂપિયા આપી 12500 માંથી 6500 રૂપિયાની કટકી ખાધા બાદ એજન્સી પગારનું ચૂકવણું કરે છે. 

નિયમોનું ઉલ્લંઘન અને સફાઈ કામદારોનું શોષણ

નોંધનીય છે કે રાજકોટ મનપા ખાતે કોન્ટ્રાક્ટર અજમેરા દ્વારા સફાઈ માટે કોન્ટ્રાક્ટ મેળવવા આવ્યો છે. આ કોન્ટ્રાક્ટર અને ખાનગી એજન્સી મિલીભગત કરી સફાઈ કામદોરોના ખાતામાં પગાર આપવાના બદલે રોકડમાં પગાર ચૂકવે છે. બેંકના બદલે પગાર તરીકે રોકડ રકમ ચૂકવીને આ એજન્સી નિયમોનો ભંગ કરીને સફાઈ કામદારોનું શોષણ કરતી હોવાનો કર્મચારીઓ આક્ષેપ કરી રહ્યા છે. અગાઉ પણ કોન્ટ્રાક્ટર અજમેરા સામે કૌભાંડના આક્ષેપ કરવા છતાં કોઈપણ જાતની કાર્યવાહી થઈ નથી. સફાઈ કામદારોના પગારનું કટકી કૌભાંડ ફરી સામે આવ્યું છે. ત્યારે તંત્ર દ્વારા આ બાબતે કોઈ પગલાં લેવાશે કે કેમ તેની સફાઈ કામદારો રાહ જોઈ રહ્યા છે.

  • Follow us on: