રાજકોટના જાણીતા હિસ્ટ્રીશીટર અજય પરસોન્ડાને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ચેઇન સ્નેચિંગના ગુનામાં ઝડપી પાડ્યો છે. આ આરોપી રાજકોટથી વડોદરા આવીને ગુના આચરતો હતો અને પોલીસને લાંબા સમયથી તેની શોધ હતી. તેની ધરપકડથી વડોદરામાં ચેઇન સ્નેચિંગના કેટલાક ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આરોપી અજય પરસોન્ડા રાજકોટના પોલીસ ચોપડે લૂંટ અને ખંડણી જેવા ગંભીર ગુનાઓ સહિત કુલ 25 ગુનાઓમાં સંડોવાયેલો છે. પોલીસના જણાવ્યા મુજબ, તે રાજકોટમાં ગુનાહિત પ્રવૃત્તિઓ કર્યા બાદ વડોદરામાં આશ્રય લેતો હતો અને અહીં પણ ચેઇન સ્નેચિંગ જેવા ગુનાઓ આચરતો હતો.
રાજકોટના હિસ્ટ્રીશીટરની ધરપકડ













