નવરાત્રીની શુભ શરૂઆત સાથે જ નવી મગફળીની સિઝન પણ શરૂ થઈ છે. નવી સિઝનની શરૂઆત સાથે જ રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ધૂમ આવક થઈ રહી છે. પરંતુ, ખેડૂતો માટે આ આવક ખુશી નહીં, પણ ચિંતાનું કારણ બની છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ચારે તરફ મગફળીના ઢગલા જોવા મળે છે. ખેડૂતો પોતાના પાકની વેચાણ માટે હરરાજી માટે એકત્ર થયા છે.
નવી મગફળીની સિઝન શરૂ
અહીં એક તરફ સરકારી ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ ₹1452 છે, જ્યારે બીજી તરફ ખુલ્લા બજારમાં ખેડૂતોને માત્ર ₹750 થી ₹1200 સુધીનો જ ભાવ મળી રહ્યો છે. આનો સીધો અર્થ છે કે ખેડૂતોને તેમના પાક પર પ્રતિ ક્વિન્ટલ ₹200 થી ₹500 જેટલું નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતો જણાવે છે કે દિવાળીના તહેવારો માથે છે. ઘરના ખર્ચા, મજૂરી, અને બીજું ઘણું બધું. જો અમે ટેકાના ભાવે મગફળી વેચીએ તો પૈસા ખાતામાં આવતા બે-અઢી મહિના લાગી જાય છે.
રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ધૂમ આવક
આ વર્ષે મગફળીની ધૂમ આવક થવા પાછળ માલ પણ સારા પ્રમાણમાં પાક્યો છે. સારી ગુણવત્તાવાળા માલનો ભાવ ₹1250 આસપાસ મળી રહ્યો છે, જ્યારે નબળી ગુણવત્તાવાળા માલનો ભાવ તો ₹750 થી ₹775 સુધી નીચે ગગડી ગયો છે. રોકડની તાત્કાલિક જરૂરિયાત હોવાથી ખેડૂતો કડકડાતી ઠંડીમાં પણ રાતભર યાર્ડમાં રોકાઈને મગફળી વેચવા મજબૂર છે. મગફળીના ભાવ ટેકા કરતા નીચા છે ખુલ્લા બજારમાં વેચવા ખેડૂતો મજબૂર છે. ત્યારે ખેડૂતોની આ સમસ્યાનું કોઈ સમાધાન નીકળે છે કે નહીં તે જોવું રહ્યું છે.